કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે

અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો ગુજરાત સરકારની વ્યવસ્થા મુજબના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધણી વ્યવસ્થા ઉભી કરાયેલ છે. જે મિલકતોની નોંધણી ન થઇ હોય તેવી મિલકતોની નોંધણી માટે તેમજ નોંધાયેલ મિલકતોમાં સુધારા-વધારા માટે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા વકફ નોંધણી પ્રક્રિયામાં સહયોગ કરવાનું નક્કી કરાયેલ છે.

જેથી જેમને વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર કરવાના હોય તેઓ સંસ્થાનો સંપર્ક કરવા ગુઝારીશ કરાઈ છે.

સંસ્થાની મીટીંગ માં નિર્ણય લેવાયો છે કે ઉપરોક્ત વકફ નવી નોંધણી કે નોંધાયેલ મિલકતમાં સુધારા-વધારા માટેના જરૂરી આધારો મળે થી જે તે સંસ્થાનું બંધારણ, સંમતિ પત્ર, ઠરાવ સહિતની નોંધણી માટેની જરૂરી કામગીરી ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ સંસ્થા તરફ થી નિશુલ્ક પૂર્ણ કરી આપવામાં આવશે. ઉપરોક્ત તમામ કર્યો માટે નીચે મુજબના મોબાઈલ નંબર આપેલ છે, જેના પર સંપર્ક કરી વકફ બોર્ડમાં નવી નોંધણી અથવા નોંધાયેલ મિલકતમાં સુધારા વધારા અંગે તમામ માહિતી મેળવવાની રહેશે. ઉપરાંત નીચે મુજબના સંસ્થાના સરનામે સંપર્ક કરવાનું રહેશે, એવું સંસ્થાના પ્રવક્તા જલાલશા સૈયદની યાદીમાં જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય માટે હેલ્પ લાઈન નંબર :

હાજી મોહંમદભાઈ આગરીયા (૯૯૦૯૦૯૯૭૮૬, ૯૭૨૭૨૯૯૭૮૬),
હાજી નુરમોહંમદભાઈ રાયમા (૯૭૨૫૮ ૭૯૬૭૨)
 ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નવી નોંધણી માટે નીચે મુજબના આધારો લઇ આવવાના રહેશે

વકફમાં નોંધણી માટે :

સમાજ, જમાત, સમિતિ વગેરે નું નામ
મુતવલીઓ / ટ્રસ્ટીઓના આધાર કાર્ડની નકલ, બે-બે પાસપોર્ટ સાઈઝ ફોટો
નોંધણી ની પ્રક્રિયા માટે એક મુતવલી નું નામ નક્કી કરવું.
વકફમાં નોંધણી વાળી મિલકત ના સરકારી આધારો ૭/૧૨ના ઉતારા, વેરા પહોંચ કે દસ્તાવેજ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત
વકફમાં નોંધણી વાળી મિલકત ના બે-બે ફોટાઓ
નોંધાયેલ સંસ્થાઓમાં સુધારા વધારા માટે :
નવી મિલકતોનો ઉમેરો કરવો
મૃત્યુ પામેલ / રાજીનામું આપેલ ટ્રસ્ટીઓ ના નામ કમી કરી નવા ટ્રસ્ટીઓ/મુતવલીઓના નામ ઉમેરવા
સંસ્થાનું સરનામું :
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ
‘આગરીયા પ્રોપર્ટીઝ’બગીચાની સામે, દેવળિયા નાકા,
અંજાર (કચ્છ) પીન : ૩૭૦ ૧૧૦
મોબાઈલ : ૯૯૦૯૦ ૯૯૭૮૬, ૯૭૨૭૨ ૯૯૭૮૬

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!