વાંકાનેર: જયોતિ સેનેટરીમા રહી મજૂરી કામ કરતા શખ્સના કબ્જા વાળુ હિરો સ્પ્લેન્ડર પ્લસ લાલ-વાદળી પટ્ટા વાળા કલરનુ સને-૨૦૨૨ ના મોડલનુ જેની કિ.રૂ.૭૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઈ ગયેલ છે…જાણવા મળ્યા મુજબ મુનાભાઈ રાણાભાઇ સોઢા/ભીલ ઉ.વ.૪૩ ધંધો. મજુરી હાલ રહે. જયોતિ સેનેટરી નર્સરી ચોકડી પાસે વાંકાનેર તા-વાંકાનેર જી. મોરબી મુળ રહે-રણુજામંદિર પાસે કોઠારીયા મેઇન રોડ વંશરાજનગર શેરી નં-૦૧ રાજકોટ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે
છેલ્લા આશરે બેએક મહીનાથી જયોતિ સેનેટરીમા મજુરી કામ કરું છુ. અને મે મારા ઉપીયોગ માટે એક હિરો સ્પ્લેન્ડર રજી નંબર GJ-03-MN-8518 વાળુ સને-૨૦૨૨ મા ખરીદ કરેલ હતુ ગઇ તા.૨૮/૦૧/૨૦૨૫૨૦૨૫ના રોજ મારો દિકરો સુરેશ તેની પત્નિ સાથે અમારૂં હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી નંબર GJ-03-MN-8 518 વાળુ લઈને સાંજના વાંકાનેર હોસ્પીટલ ખાતે ગયેલ હતો અને ત્યારબાદ સાંજના આશરે
સાડા સાતેક વાગ્યે પરત આવેલ અને અમારા સર્વટ કવાટર્સની બાજુમા પાર્ક કરેલ અને અમે લોકો રાત્રીના જમી પરવારી સાડા અગ્યાર વાગ્યાની આસપાસ સુઇ ગયેલ અને તા-૨૯/૦૧/૨૦૨૫ ના રોજ હુ સવારના આશરે છએક વાગ્યે જાગી ઘર બહાર આવતા બાઈક ચોરાયેલ હતું, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ.૨૦૨૩ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધેલ છે….