
વાંકાનેર: અહીંની દોશી કોલેજની વિદ્યાર્થીની હેતલ વોરાને 20 મી જાન્યુઆરી 2023ના રોજ ત્રણ ગોલ્ડમેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારંભમાં મહામહિમ રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલો પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ અને બે પ્રાઈઝ તથા અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ અને એક પ્રાઈઝ મળેલ હતું. વાંકાનેરને ગૌરવ અપાવનાર હેતલબેનને કમલસુવાસના ખુબ ખુબ અભિનંદન !