કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજાવડલા વાડીમાં છુપાવેલ વિલાયતી કબ્જે

મંત્રી સોસાયટીમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં વાડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસ ખાતાએ વાડીના માલિક સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલવાળા રોડ ઉપર પ્રકાશભાઈ સોલંકીની વાડીમા લીલી જારના ઉભેલા છોડની આડમાં અલગ- અલગ ખાખી કલરના પુઠાના બોક્સ તથા પ્લાસ્ટીકના કોથળામા છુટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૩ કુલ કિંમત રૂ. ૨૬૦૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને વાડીના માલિક પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી સામે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં વાંકાનેર નવાપરા વિહોત પાન પાસે બેસેલ એક ઈસમ હાથમાનુ બાચકુ ચેક પોલીસે કરતા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા જાતે-દરબાર (ઉ.વ. ૫૨) રહે.વાંકાનેર નવાપરા ધર્મનગર મંત્રી સોસાયટી સામે પ્રોહી કલમ-૬, ૫૬૫એ.એ, ૧૧૬(બી)મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે

પોલીસ સ્ટેશનેથી

ટ્રાફિક નિયમનો ભંગ:
(1) કોઠીના મનોજ કાનજીભાઈ બાંભણીયા (2) લીંબાળાના કાના સેલાભાઇ કાટોડિયા (3) લાલપરના સલીમ નૂરમામદભાઈ બ્લોચ (4) વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ગેબી પાનની બાજુમાં રહેતા હિતેશ શાંતિભાઈ પરમાર (5) નવા ઢૂવાના હિતેશ કાળુભાઇ ખિટ અને (6) સરધારકાના રવીગીરી મુકેશગીરી ગોસ્વામી સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા સબબ કાર્યવાહી થઇ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!