મોરબી જિલ્લાને બે નવા જજ મળ્યા
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરથી બે જજની મોરબી બદલી કરવામાં આવી છે



સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા મોરબીના ચીફ જયુડી મેજી.નો ચાર્જ સંભાળશે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી બીજા એડી. ચીફ જયુડી.મેજી તરીકે મોરબીમાં કાર્યભાર સંભાળશે. જ્યારે મોરબીના ચીફ જયુડી.મેજી જૈમીન જશવંતકુમાર ગઢવી ૩જા એડી. ચીફ જયુડી.મેજી તરીકે મોરબીમાં જ કાર્યભાર સંભાળશે..તેમજ ચાંદનીબેન વાય. જાડેજા હવેથી ૪થા એડી. ચીફ જયુડી.મેજી તરીકે મોરબીમાં જ કાર્યભાર સંભાળશે…
