કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જમીન સોદા વિવાદમાં હાઈકોર્ટ દ્વારા આગોતરા મંજૂર

જમીન સોદા વિવાદમાં હાઈકોર્ટ દ્વારા આગોતરા મંજૂર

રાજકોટ: વાંકાનેર તાલુકાના જમીન સોદા સંબંધિત વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અરજદારો (૧) બાવજીભાઈ ઉર્ફે બાલાભાઈ બેચરભાઈ ઉકેડીયા (૨) મેરૂભાઈ બાલાભાઈ ઉકેડીયા (૩) રસિકભાઈ દેવશીભાઈ થરેશાને મહત્વપૂર્ણ રાહત આપતા આગોતરા-જામીન મંજૂર કરતો હૂકમ ફરમાવેલ છે. કેસના તથ્યો, પરિસ્થિતિઓ અને કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરીને અરજદારો ના પક્ષમાં હુકમ કર્યો હતો.
ફરિયાદીની અરજીમાં રજૂઆત મુજબ ફરિયાદી ઘોઘાભાઈ દેવાભાઇ બહિકીયા એ અંદાજે ૧૩ વર્ષ અગાઉ અરજદાર નં.- ૧ પાસેથી રૂ. ૪,૬૦,૦૦૦/- નાણાકીય સહાય મેળવી હતી, જે અંગે લાંબા સમય બાદ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. વધુમાં, જમીન મોર્ટગેજ રાખવાની વાતને આધારે બાદમાં ઠગાઈના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે સંબંધિત જમીન તા. ૨૫/૧૦/૨૦૨૩ ના રોજ નોંધાયેલ વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરી આપી ફરિયાદીએ પોતાની મિલ્કત કાયદેસર રીતે વેચાણ કરવામાં આવી હતી, જેમાં અરજદાર નં.૨ અને ૩ માત્ર સાક્ષી તરીકે જોડાયેલા હતા.

સાથે જ સબ-રજીસ્ટ્રાર સમક્ષ ફરિયાદીએ સ્વેચ્છાએ સેલ ડીડનો સ્વીકાર કર્યો હોવા છતાં, બાદમાં આ સિવિલ પ્રકારના સ્વરૂપના વિવાદને ખોટી રીતે ફોજદારી કેસમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
કેશને લગતી તમામ પરિસ્થિતિઓ અને એડવોકેટ પ્રતિક વાય. જશાણીની દલીલ ધ્યાનમાં લઈ અદાલતે અરજદારોને પર્સનલ બોન્ડ તથા શરતો સાથે આગોતરા-જામીન મંજૂર કરતો હૂકમ ફરમાવેલ છે, જે હૂકમ અરજદારો માટે મહત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થયો છે.
આ કામમાં પીટીશનર તરફે એડવોકેટ પ્રતિકભાઈ વાય. જશાણી, સમીર કે. છાયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!