કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા આડા સંબંધ બંધાયેલા

જસદણ: મુળી ગામમાં પત્નીને કારણે પતિએ આપઘાત કરી લીધાના કેસમાં પત્નીની ધરપકડ નહીં કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની વિગતો મુજબ વિક્રમભાઈ દેવશીભાઈ મકવાણા રહે. થાનગઢ વાળાએ મુળી પોલીસ સ્ટેશનમાં તેવી ફરીયાદ નોંધાવેલ હતી કે તેના મોટાભાઈ ચેતનભાઈના લગ્ન રાયસંગપર ગામે રહેતી લક્ષ્મીબેન કમાભાઈ સાથે થયેલ હતા અને આ બંને પતિ-પત્ની વાંકાનેર મુકામે મજુરી કામ કરવા માટે ત્યા જ રહેવા જતા રહેલ હતા. મૃત્યુ પામનાર ચેતનભાઈની પત્ની લક્ષ્મીબેનને તેની બાજુમાં રહેતા ભાવેશભાઈ સાથે આડાસંબંધો બંધાઈ ગયેલ હતા જેથી મૃત્યુ પામનાર ચેતનભાઈ દારૂની લતે ચડી ગયેલ હતો અને

અવાર નવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને લક્ષ્મીબેનને આડા સંબંધો ન રાખવાનુ સમજાવતા હતા અને લક્ષ્મીબેન રીસામણે જતા રહેતા હતા ત્યારે તા.૧૦/૯/૨૫ ના રોજ લક્ષ્મીબેન તેના પીયરે હોય તેને તેડવા માટે મૃત્યુ પામનાર ચેતનભાઈ તેના ઘરે ગયેલ હતા અને ત્યાં લક્ષ્મીબેન અને તેનો ભાઈ અશોકભાઈ કમાભાઈ રાઠોડે જેમ ફાવે તેમ ગાળો બોલો હડધૂત કરેલ હતો.

આ બાબતનું દુઃખ મૃત્યુ પામનાર ચેતનભાઈને થતા ગત તા.૧૦/૯/૨૫ ના રોજ ઘરેથી મૃત્યુ પામનાર ચેતનભાઈ નીકળી ગયેલ હતા અને આ ચેતનભાઈએ ઝેરી દવા પીઈ લીધેલ હતી અને આપધાત કરી લેતા તેનુ તા. ૧૭/૯/૨૫ ના રોજ અવસાન થયેલુ હતું. મૃત્યુ પામનાર ચેતનભાઈના ભાઈ ત્રિકમભાઈએ ચેતનભાઈના પત્ની લક્ષ્મીબેન અને જેની સાથે આડાસંબંધ હતા તે ભાવેશભાઈ અને લક્ષ્મીબેનના ભાઈ સામે મુળી પોલીસ સ્ટેશનમાં આ વ્યકિતના ત્રાસથી આપઘાત કરી લીધેલો છે, સદરહુ ફરીયાદ રદ કરવા માટે ગુજરનાર ચેતનભાઈના પત્ની લક્ષ્મીબેને તેની સામેની ફરીયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ છે, તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.કે. વ્યાસે મુળી પોલીસને આરોપી સામે ચાર્જશીટ ફાઈલ ન કરવા અને ધરપકડ ન કરવાનો આદેશ આપેલ છે. આ કામે આરોપી વતી જસદણના ધારાશાષણી જયભાઈ અંબાણી, મોહીતભાઈ રવૈયા રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!