કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી

શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા
ફેમિલી ફોટો સેશન કર્યું

વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની ઓળખ છે તેવો વડોદરાનો ૧૩૪ વર્ષ જૂનો લક્ષ્મીવિલાસ પેલેસ વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો હતો. એક સાથે બે વડાપ્રધાનોની યજમાની લક્ષ્મીવિલાસ પેલેસે કરી હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે કોઈ મહેલની અંદર બે રાષ્ટ્રના વડાઓએ ચર્ચા અને કરારો કર્યા હોય…

‘ગુજરાત સમાચાર’ના અહેવાલ મુજબ આ ઐતિહાસિક ઘટના અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે ‘અમે અતિ ઉત્સાહિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જ પેલેસમાં આવ્યા હતા. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની બેગોનીઆ ગોમેઝને પણ આવકારવાનો મોકો મળ્યો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારા સસરા રણજિતસિંહ ગાયકવાડના નિધન વખતે પેલેસમાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને મેં પેલેસના વિવિધ ભાગોની મુલાકાત કરાવી હતી…

અમારા નિવાસ સ્થાની મુલાકાત પણ કરી હતી તે સમયે મુખ્ય દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી હતી, જે બાદ મોદીએ મા સાહેબ (રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ) સાથે મુલાકાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા, બંન્ને મહાનુભાવોએ મારી બે દીકરીઓ સાથે પણ તેમણે વાત કરી હતી. અમે દરબાર હોલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મહેલના પરંપરાગત વાદકો દ્વારા શરણાઈ વાદન થઈ રહ્યું હતું, જેના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા અને ચક્તિ થઈ ગયા હતા. તે સમયે પણ વડાપ્રધાન મોદીએ સાંચેઝને ભારતીય વાઘ શરણાઈનું વિવિધ પ્રસંગોમાં શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું…બેગોનીઆ ગોમેઝને એ જાણીને આશ્ચર્ય થયું કે ઇંગ્લેન્ડના રાજ પરિવારના બકિંગહમ પેલેસ કરતા લક્ષ્મીવિલાસ પેલેસ ૪ ગણો મોટો છે
રાધિકારાજે ગાયકવાડે કહ્યું હતું કે બન્ને રાષ્ટ્રપ્રમુખો મહેલમાં આવ્યા તેના એક કલાક પહેલા સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝના પત્ની બેજોનીઆ ગોમેઝ મહેલમાં આવી ગયા હતા અને અમારા પરિવાર સાથે એક કલાક વિતાવ્યો હતો. તેઓએ મ્યુઝિયમ અને શસ્ત્રાગારની મુલાકાત લીધી જે બાદ મહેલમાં અમારી સાથે ચાની લજજત માણતા માણતા મહેલના ઇતિહાસ અંગે જાણકારી મેળવી. તેઓને જ્યારે જાણ થઈ કે ઇંગ્લેન્ડના રાજપરિવારના અધિકૃત નિવાસ સ્થાન બકિંગહમ પેલેસ કરતા લક્ષ્મીવિલાસ પેલેસ ચાર ગણો મોટો છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા…

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

એસ.જયશંકરે રાધિકારાજેને કહ્યું કે ઇતિહાસમાં આવુ અગાઉ ક્યારેય નથી થયું

રાધિકારાજે કહે છે કે બે દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે ભારતના ટોચના નેતાઓ જેવા કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર જેવા મહાનુભાવો પણ અમારા મહેમાન હતા.
દરમિયાનમાં એસ.જયશંકરે મારી સાથે વાત કરતા કહ્યું કે આઝાદ ભારતના ઇતિહાસમાં આવુ અગાઉ ક્યારેય નથી થયુ કે કોઈ મહેલની અંદર ભારતના વડાપ્રધાને અન્ય કોઇ દેશના રાષ્ટ્ર પ્રમુખ સાથે કરારો કર્યા હોય. વડોદરા જેવા નાના શહેરમાં પણ આ પ્રકારની ઇવેન્ટ ભૂતકાળમાં ક્યારેય થઈ નથી.
વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દરબાર હોલમાં રાજવી પરિવાર દ્રારા 39 વર્ષ પહેલાં રાજીવગાંધી શાહી મહેમાન બનેલા, એ પ્રસંગ બાદ 39 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી શાહી મહેમાન બન્યા રાજવી પરિવાર દ્રારા પણ ખૂબ ઉત્સાહ પૂર્વક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને બન્ને પ્રધાનમંત્રીએ રાજવી પરિવાર સાથે ફેમિલી ફોટો સેશન પણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે રણજિતસિંહબાપુને બે દીકરીઓ છે, મોટા રાજકુમારી સાહેબા મીલનકુમારી સિંઘદેવ ઢેકાનલ સ્ટેટ (ઓરીસ્સા)નાં યુવરાણી સાહેબા છે અને નાના રાજકુમારી સાહેબા રાધીકારાજે ગાયકવાડ વડોદરાના મહારાણીબા છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!