કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા:
વાંકાનેર: મધ્યપ્રદેશના ત્રણ ધામની યાત્રામાં નીકળેલા લોકો રાત્રીના વાંકાનેર બાઉન્ટ્રી ખાતે રોકાયેલ, સવારના જાજરૂ જવા રોડ ટપતા એક મહિલાને ટેમ્પોવાળાએ હડફેટે લેતા સારવાર દરમ્યાન તેમનું મરણ નીપજેલ છે, ટેમ્પો ચાલક જતો રહેલ હતો…
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના કુંડલા બુજુર્ગના રહેવાસી કમલસિંહ નિર્ભયસિંહ પુરસિંહ પરીહાર જાતે.રાજપુત (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ત્રણ ધામની યાત્રામાં ટુરીસ્ટ બસમા દ્વારકા દર્શન કરવા માટે જતા હતા તે દરમ્યાન તા.૨૬/૦૧/૨૦૨૫૨૦૨૫ના રોજ રાત્રીના અમો બધા વાંકાનેર બાઉન્ટ્રી ખાતે અમદાવાદથી રાજકોટ જતા રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક આવેલ ખુલ્લી જગ્યામા રાત્રી રોકાણ અર્થે રોકાયેલ અને તા. ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ વહેલી સવારના હુ તથા મારા કોટુંબીક ભાભી જશુબાઈ તથા મારો મિત્ર પ્રેમાનંદ એમ અમો બધા જાજરૂ જવા માટે રોડની સામેની સાઇડ આવેલ ઇન્ડીયન પેટ્રોલ પંપ તરફ જતા હતા આ વખતે મારા કુંટુંબીક ભાભી જસુબાઈ નારણસિંગ રોડ ઉપર જતા રાજકોટ બાજુથી
એક ટુરીસ્ટ ટેમ્પો ટ્રાવેલ્સ GJ-06-XX-0899 પુરઝડપે આવેલ અને હડફેટે લઇ ચાલક પોતાનુ વાહન લઇને જતો રહેલ મારા ભાભી જસુબાઇને ચોટીલા હોસ્પિટલ ખાતે અને પછી વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ અને તબીયત વધુ ખરાબ થતા તેઓને અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરેલ ત્યાં ચાલુ સારવાર દરમ્યાન આ મરણ નીપજેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા:
વાંકાનેર ઢુવા માટેલ રોડ પર હાલ પાવન પાર્ક સામા કાંઠે મોરબી -૨ રહેતા મુળ રહે. મહમુદાબાદ તા. બીન્દ જી.નાંલદા (બીહાર) વાળા નિરજનકુમાર તીલકપ્રસાદ બીન્દ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ મો.સા. હીરો કંપનીનુ સુપર સ્પેલન્ડર રજી.નં. GJ-36-AK-2547 કી.રૂ.૫૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ડ્રા.લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫(૩) ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…