વૃંદાવન વાટીકાનો શખ્સ ઈંગ્લીશ સાથે પકડાયો
વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર પિતા પુત્ર નીચે ભટકાયા
હતા જેમાં ૧૭ વર્ષનો સગીર ગંભીર રીતે ઘવાયો હતો, જેથી તેને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન સગીરનું મોત થયું
હતું. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શ કરી છે. અકસ્માતના આ બનાવની જાણવા
મળતી વિગતો મુજબ, વાંકાનેરમાં વીસીપરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ બુખારી અને તેનો પુત્ર અહમદરજા (ઉ.વ ૧૭) સાથે ગત તારીખ ૧૭-૫-૨૦૨૪ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ બાઈક લઈને જતા હતા. બાઇક અનવરભાઈ ચલાવી રહ્યા હતા. દરમિયાન વાંકાનેરના મિલ પ્લોટ પાસે અજાણી કારે બાઇકને
હડફેટે લેતા પિતા પુત્ર બંને બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં અહમદરઝાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા સગીરને પ્રથમ
વાંકાનેર બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલ રાત્રિના સગીરનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર
અહમદરજા બે ભાઈ એક બહેનના પરિવારમાં સૌથી નાનો હતો. સગીરના પિતા મિત્રને મળી પરત આવતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવને
લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે
વૃંદાવન વાટીકાનો શખ્સ ઈંગ્લીશ સાથે પકડાયો
રાહુલભાઈ અશોકભાઈ ગોરીયા જાતે-કોળી (ઉ.વ.૨૩) ધંધો-વેપાર રહે.વાંકાનેર રાતીદેવળી રોડ, વૃંદાવન વાટીકા સોસાયટી વાળા પાસેથી લક્ષ્મીપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કી.રૂ.૩૭૫/- ગણી પોલીસ ખાતાએ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
દેશી:
(1) આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાછળ રહેતા કિરીટ અંબારામભાઈ સરવૈયા (2) સરતાનપર દશામાના મંદિર સામે આવેલ ઓરડીમાં રહેતા અરવિંદ વાઘજીભાઈ ઝરવરીયા અને (3) વાંકિયા-3 માં રહેતા સલીમ રસુલભાઈ બાવરા દેશી દારૂ સાથે ઝડપાયા
(1) વાંકાનેર કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર રતિલાલ સીતાપરા અને (2) આરોગ્યનગર ભારત ઓઇલ મિલ પાછળ રહેતા રવિ જગદીશ શંકસરિયા પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
ભાટિયા સોસાયટીના મહેશ સોમજીભાઈ ડાભી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો