વાંકાનેરના ઢુવા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત
સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક પ્રદીપ ચંદુભાઈ ભોજીયા નામના 23 વર્ષના યુવકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં
વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
ભાયાતી જાંબુડીયા ગામે પેટ્રોલ પંપ નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર મોરબી કારખાનામાં કામ કરતો અને મૂળ થાન તાલુકાના નવાગામનો હોવાનું જાણવા મળે છે