હરબટીયાળી પાસે અકસ્માતમાં ભરવાડ મહિલાનું મોત
વાંકાનેર બાઉન્ટ્રી નજીક ચોટીલા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં દર્શન કરી પરત જતા મોટી મોલડીના યુવાનને અજાણયા વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ…
જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતો પ્રકાશ વિરજીભાઇ મેઘાણી (ઉ.વ.36) નામનો યુવાન વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેવાબાપાની જગ્યા પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણયા વાહન ચાલકે તેને ઠોકરે ચડાવતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બીછાને જ તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશ પાંચ ભાઈમાં વચેટ અને ખેતી કામ કરતો હતો…
હરબટીયાળી પાસે અકસ્માતમાં ભરવાડ મહિલાનું મોત
મળેલ જાણકારી મુજબ ટંકારા અને રાજકોટ વચ્ચે આવેલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે જીવલેણ અકસ્માત થયો છે. મૃતક ખીમીબેન ભરવાડ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ડમ્પરચાલકે ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે. અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટેલ છે ઘટના સ્થળે ટંકારા પોલીસ પહોંચી છે. અને ડમ્પર ચાલકને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે…