કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

રાતાવીરડાના રસ્તા ઉપર હિટ એન્ડ રન: અજાણ્યાનું મોત

વાંકાનેર: તાલુકામાં સરતાનપર ગામ પાસે આવેલ પાધર વાળી ખાણ પાસે રાતાવીરડા ગામ જવાના રસ્તા ઉપર એક ટાટા કંપનીના ટ્રક ટ્રેઇલરના ચાલકે ફુલ સ્પીડમાં હંકારી એક અજાણ્યા માણસને હડફેટે લેતા અજાણ્યો માણસ ત્યાં જ રોડ પર પડી ગયેલ હતો ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનો ટ્રક ઉભો રાખેલ નહી અને ભાગી ગયેલ હતો, બાદમાં ઇજાગ્રસ્તનું મરણ નીપજેલ છે….

જાણવા મળ્યા મુજબ રાતાવીરડા જુના ગામમાં રહી ડ્રાઇવિંગ કરતા સવશીભાઇ જાદવભાઇ કુણપરા (ઉવ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ સવારના હું ઇકો કાર લઇને સરતાનપર સેન્સો ચોકડી રાતાવીરડા ગામે જવા નિકળેલ અને સરતાનપર ગામ પાસે આવેલ પાધર વાળી ખાણ પાસે રાતાવીરડા ગામ જવાના રસ્તા ઉપર પહોંચતા મારી આગળ એક ટાટા કંપનીનુ ટ્રક ટ્રેઇલર નંબર -RJ.52 GB.0147 વાળુ ફુલ સ્પીડમાં જતુ હતુ, ત્યારે છેલ્લા સ્પીડ બ્રેકરે એક અજાણ્યો માણસ જતો હતો તેને ટ્રક ટ્રેઇલર વાળાએ હડફેટે લેતા અજાણ્યો માણસ ત્યાં જ રોડ પર પડી ગયેલ હતો ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનો ટ્રક ઉભો રાખેલ નહી અને ભાગી ગયેલ હતો અને મેં મારી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ઇકો કાર ત્યાં સાઇડમાં રાખી અને આ પડી ગયેલ માણસ પાસે ગયેલ તેને પેટના પેડુના ભાગે ઇજા થયેલ હતી અને તે કાંઈ બોલતો ન હતો, જેથી મેં ૧૦૮ ને ફોન કરેલ અને આ અજાણ્યા માણસના કપડા ચેક કરતા તેની પાસે મોબાઇલ કે તેની ઓળખ થાય તેવી કોઇ ચીજ વસ્તુ મળેલ નહી, જેને લાલ કલરનો કાળા કલરની ચોકડી વાળો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ હતુ જેની ઉમર આશરે ૩૦ થી ૩૫ ની હતી અને બાદ ૧૦૮ આવતા તેમાં ઇજા પામનાર અજાણ્યા પુરૂષને ૧૦૮ વાળા મોરબી દવાખાને લઇ અને બપોરના સમયે મને જાણવા મળેલ કે ઉપરોકત અકસ્માતમાં ઇજા પામનાર અજાણ્યા પુરૂષ મરણ ગયેલ છે અને તેની લાશનું મોરબી સરકારી હોસ્પીટલમાં પી.એમ.કરાવેલ અને લાશને મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા ૨ખાવેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!