વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે
વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં જન્મોત્સવ જ્ઞાન જયોતિ પર્વ-સ્મરણોત્સવ સમારોહ મોરબી જીલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે, જેમાં ભારતના મહામહીમ માન.રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે. સરકારનો જાહેર રજા અંગેનો તા.૫-૨-૨૦૨૪ ના પરિપત્ર અનુસંધાને યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે, જેની નોંધ લેવાનું યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો