નકલી નોટોની ડિઝાઇન પણ અસલી નોટ જેવી છે
માર્કેટમાં આવી ગયો છે મોટો જથ્થો
બરાબર વાંચજો
‘RESERVE BANK OF INDIA’માં ‘RESERVE’નો સ્પેલિંગ ખોટો છે
અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી “A” લખેલું છે
બેંકોને સાવચેત રહેવા સૂચના
નકલી નોટોનું એક કન્સાઈનમેન્ટ માર્કેટમાં આવ્યું છે જે બિલકુલ અસલી નોટ જેવી જ દેખાય છે. ગૃહ મંત્રાલયે હાઈ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે આ નોટોને ઓળખવી મુશ્કેલ છે પરંતુ થોડી સાવધાની રાખવાથી તેને અસલી નોટોથી અલગ કરી શકાય છે.
બજારમાં રૂપિયા 500ની નકલી નોટ આવી છે, જે બિલકુલ અસલી જેવી જ દેખાય છે. આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ગૃહ મંત્રાલયે DRI, FIU, CBI, NIA, SEBI સહિતની તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. નકલી નોટો ગુણવત્તા અને પ્રિન્ટની દ્રષ્ટિએ અસલી નોટો જેવી જ હોય છે, જેના કારણે તેને ઓળખવી મુશ્કેલ બને છે. તેનો રંગ અને ટેક્સચર પણ અસલી નોટો જેવા જ છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નોટોમાં એક સૂક્ષ્મ પરંતુ નોંધપાત્ર ભૂલ છે – ‘RESERVE BANK OF INDIA’માં ‘RESERVE’નો સ્પેલિંગ ખોટો છે. અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી “A” લખેલું છે.
નકલી નોટોની ડિઝાઇન પણ અસલી નોટ જેવી છે
કાગળનો રંગ, પ્રિન્ટ અને ગુણવત્તા મૂળ નોટો સાથે નજીકથી મળતી આવે છે, જેના કારણે સામાન્ય માણસ માટે તેને ઓળખવાનું મુશ્કેલ બને છે. એજન્સીઓનું માનવું છે કે આ નકલી નોટોનો મોટો જથ્થો બજારમાં આવી ચૂક્યો છે.
માર્કેટમાં આવી ગયો છે મોટો જથ્થો
એજન્સીઓને ચેતવણી આપી છે કે નકલી નોટોનો મોટો કન્સાઈનમેન્ટ બજારમાં પહોંચી ચૂક્યું છે. તેથી અધિકારીઓએ નાગરિકો અને સંસ્થાઓને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે બજારમાં કેટલી નકલી નોટો ફરતી છે તે જાણવું કોઈપણ એજન્સી માટે શક્ય નથી. આ જ કારણ છે કે ગૃહ મંત્રાલય આને લઈને ખૂબ જ ચિંતિત છે અને લોકોને સતર્ક રહેવા માટે પણ કહ્યું છે.બેંકોને સાવચેત રહેવા સૂચના
સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે. દરેકને નોટો સ્કેન કરવા માટે મશીનો આપવામાં આવ્યા છે અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ તરત જ તપાસ એજન્સીઓને કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે નકલી ચલણના નેટવર્કને તોડવા માટે FICN કોઓર્ડિનેશન ગ્રુપ (FCORD), TFFC સેલ અને NIA જેવી એજન્સીઓ દ્વારા તેનું મોનિટરિંગ શરૂ કર્યું છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો