વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકાએ વાહનોની લાઈન હોઈ ઉભેલી કારને પાછળથી બીજી કારે ભટકાડતા નુકશાનીની ફરિયાદ થઇ છે, આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી…
જાણવા મળ્યા મુજબ ચાણસદ તા.પાદરા જી.વડોદરાના રહેવાશી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા રાહુલભાઇ મહેન્દ્રભાઇ સોલંકી (ઉવ.૨૬) વાળાએ ફરિયાદ કરી છે કે હુ, મારા શેઠ ભાર્ગવ બચુભાઈ ડાંગરસાહેબ, તેમના પત્ની નંદનીબેન તથા તેમનો દિકરો કાર્તિકે તેમની હોન્ડા સીટી ગાડી નંબર GJ-01-RK-0216 વાળી લઈને 
જુનાગઢથી વડોદરા આવવા માટે નિકળેલ હતા અમો વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકાએ પહોચતા ત્યા ફોરવ્હીલની લાઇનમાં ટ્રાફીક હોય દરમ્યાન અમારી ગાડીની પાછળ ગાડી નંબર GJ-37-M-0444 વાળી કાળા કલરની એમ.જી.હેક્ટર હતી અને આ ચાલકનું નામ હેમંતભાઈ મોહનભાઈ ભાટીયા રહે. મીઠાપુર સુરજ કરાડી તા.જી.દેવભુમી દ્રારકા વાળાએ પોતાની ગાડી બેદરકારીથી તથા ભયજનક રીતે ચલાવી માનવ જીદંગીની પરવાહ વગર ચલાવી બ્રેક નહી મારતા પાછળથી ટક્કર મારી ગાડીના પાછળના ભાગે નુકશાન કરેલ છે….
