વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પાલિકાના માજી સભ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને જિલ્લાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહારાજા કેસરિદેવસિંહજીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરીને માર્ગદર્શન આપ્યું હતું અને રસિકભાઈ વોરાએ જિલ્લાના પ્રમુખનો રાજકીય પરિચય આપ્યો હતો, તેમજ આભાર વિધિ ગાંડુભાઈ ધરજીયાએ કરેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.