વાંકાનેરમાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન
(આરીફ દિવાન દ્વારા) મોરબી: સમગ્ર રાજ્યમાં 20-6-2023 ના રોજ અષાઢી બીજ ભગવાન જગનાથજીની ઠેર ઠેર શોભાયાત્રા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કડક પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ ભાઈ યાત્રા પસાર થઈ જગન્નાથ ભગવાનની શોભાયાત્રાનું વાંકાનેરમાં વિવિધ માર્ગો પર તારીખ 18-6-2023 ના રોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ફરજના ભાગ રૂપે વાંકાનેર પોલીસ ટીમ સતત કડક પેટ્રોલિંગ સાથે અષાઢી બીજ નિમિત્તે શાંતિપૂર્ણ પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા અંતર્ગત આયોજકો દ્વારા પોલીસ ટીમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં પીઆઈ પી.ડી. સોલંકી, પીએસઆઇ વી.ડી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહી શોભાયાત્રા અંતર્ગત ટ્રાફિક હળવું કરવું તેમજ વધુ ભીડભાડ હોવાથી ચોરી- છેડતી જેવા બનાવો ના બને, તેવી તકેદારી સાથે કામગીરી અંતર્ગત શોભાયાત્રાના આયોજકો આગેવાનો દ્વારા પોલીસ ટીમનું સ્વાગત કર્યું હતું, જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.