સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા
વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકાના ગામના વતની અને ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા તનવીર પરાસરાને આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનના ઉદેપુર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ઇન્ડિયન આઇકોન એવોર્ડ- 2023 એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર મુસ્લિમ સમાજ સહીત વાંકાનેર માટે ગૌરવની બાબત છે….
ઇન્ડિયન આઇકોન એવોર્ડ વિજેતા તનવીર પરાસરા (મો. 87996 39836) હાલ AWPL કંપની સાથે જોડાઇ ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ કરી રહ્યા હોય, સાથે જ તેમની આરોગ્ય, શિક્ષણ અને પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ તેમની આ સિદ્ધિ બદલ ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે…