સાંસદ કેશરીદેવસિંહજીને અભિનંદન !
ચોમાસા પહેલા આ કામ પૂરું થશે નહીં ?
વાંકાનેરથી પંચાસર બાયપાસ રોડ પરનો મચ્છુ નદી પરનો મેજર બ્રિજ ડેમેજ થવાની ઘટના 28 ઓગષ્ટ 2024 ના બની હતી, સાતેક મહિનાથી બાયપાસ ચાલનાર તમામ વાહનો શહેરની મધ્યમાંથી પસાર થઇ રહ્યા છે, જેના કારણે શહેરીજનો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ શહેરીજનોની મુશ્કેલીનો અંત લાવવા રાજ્યસભાના સાંસદ અને રાજવી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા ઝડપથી પુલના રિપેરિંગ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા અંતે સાંસદની મહેનત રંગ લાવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી કામ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરને આપી દેવાતા હવે શહેરીજનોને છ મહિનામાં જ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે…
બાયપાસ રોડ પરનો ડેમેજ બ્રિજ રીપેર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે બે કરોડ બત્રીસ લાખ આસપાસ ખર્ચનો એસ્ટિમેટ બનાવ્યો હતો, જેની સામે ૧૩% અપ થી બે કરોડ ત્રેસઠ લાખમાં કામ આપવામાં આવેલ છે. બ્રિજના રિપેરિંગ માટે વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરને દેવામાં આવ્યો છે અને વર્ક ઓર્ડર આપવાના સમયથી છ મહિનામાં કામ પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મતલબ કે ચોમાસા પહેલા આ કામ પૂરું થશે નહીં અને ચોમાસા પછી મચ્છુ નદીનું પાણી ઉતરે, એની રાહ જોવી પડશે, પરંતુ સાંસદ કેશરીદેવસિંહે ધ્યાન આપી સમસ્યા હલ કરવા મહેનત કરી, એ અભિનંદનને પાત્ર છે…