વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા
મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકે અનુરોધ કર્યો છે…
ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડુત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરવા આવશ્યક છે. જેથી અરજદાર ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વચિત રહી ન જાય તેવા હેતુથી
ખરીદી કે વાર્વેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે અરજી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા
મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના એસપી દ્વારા મોડી સાંજે જિલ્લાના સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે
મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શુક્રવારે મોડી સાંજે 7 પીઆઈની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી ગયું છે અને અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. આર. મકવાણાની એસ.ઓ.જી.માં, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની મોરબી એ ડિવિઝનમાં, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખામાં, જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ કે.એમ.છાસિયા ની ટંકારા પોલીસ સ્ટેશનમાં, લીવ રિઝર્વ માં રહેલા પીઆઈ આર.સી. ગોહિલની માળિયા પોલીસ સ્ટેશનમાં તથા લીવ રીઝર્વમાં રહેલ એસ.કે. ચારેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે….
ત્રણ પીએસઆઈની બદલી
મોરબી જિલ્લામાં એલસીબીના પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી અને એ ડિવિઝનના પીએસઆઈ જે.સી.ગોહિલને હાલમાં એસપી દ્વારા SITની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ઉધોગકારોના ફસાયેલા નાણાં પરત લાવવા માટે મોરબી જીલ્લામાં સીટની રચના કરવામાં આવેલ છે…..