કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત

માટેલ જતાં બાઈકને અડફેટે લેતા પિતરાઈની નજર સામે જ બનેલી ઘટના

વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યાવાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા હોટલ સંચાલકનું પિતરાઈ ભાઈની નજર સામે જ મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે…

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતા અને માટેલમાં ચા-પાનની હોટલ ચલાવતા સમિર મજીદભાઈ જેસાણી (ઉ.વ.21) પોતાના પિતરાઈભાઈ ચાંદનુરમહમદ આબ (ઉ.વ.19) સાથે બે દિવસ પૂર્વે બપોરના 3:30 વાગ્યાના અરસામાં બાઈક લઈને

વાંકાનેરથી માટેલ હોટેલે જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બન્ને યુવકના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ગંભીર રીતે

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

ઘવાયેલા સમીર જેસાણીને જોઈ તપાસી ફરજ પરના તબીબે નિસ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સમિર જસાણી બે ભાઈ એક બહેનમાં વચેટ હતો અને પિતરાઈ ભાઈ સાથે પોતાની હોટેલે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કાળે આંતર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!