ભાટીયા સોસાયટીમાં રહેતા મૌલાનાને માર પડયો
વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં મકાનમાં ચાલતા કલરકામનું પાણી શેરીમાં નીકળતા પાડોશી મહિલાએ આ બાબતે ના પાડતા પછીથી મહિલા અને તેના બે પુત્રો તથા બીજા એકે કલરકામ કરાવનાર મૌલાનાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ આલીમ કોર્ષનો અભ્યાસ કરતા અને ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયા મકાનમાં રહેતા આસિફરજા શાકિરહુસેન શેખ (ઉ.વ.૨૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૩/૦૩/૨૦૨૫ ના બપોરના અઢીક વાગ્યાના સમયે હુ અમારા મકાનનુ કલરકામ ચાલતુ હોય તે મકાન પાણીથી સાફ કરતો હતો ત્યારે પાણી શેરીમા જતા બાજુમા રહેતા રહેમતબેન હબીબભાઈ ઝાફરાણી કહેવા લાગેલ કે ‘આ પાણી અમારા મકાનમાં આવવુ ન જોઇએ’ જેથી
મે તેને કહેલ કે ‘પાણી મકાનમાં નથી આવતુ- શેરીમા જાય છે’ જેથી તે કહેવા લાગેલ કે ‘અમારા મકાનની સામે શેરીમાં પણ પાણી આવવુ ન જોઇએ’ જેથી મે તેને કહેલ કે ‘એક દિવસનો કલર કામ બાકી છે ત્યાર પછી શેરીમાં પાણી નય આવે’ આથી તે મને ગાળો દેવા લાગેલ અને તે પોતાના ઘરે જતી રહેલ, બાદ થોડીવારમાં આ રહેમતબેન પોતાની સાથે લાકડાનો ધોકો, તેનો દિકરો મોશીન હબીબભાઇ ઝાફરાણી પ્લાસ્ટીકનો ધોકો તથા તેની બાજુમાં ૨હેતા ફિરોજભાઇ ઝાફરાણી સ્ટીલનો પાઇપ લઈને આવેલ અને મોશીન કહેવા લાગેલ કે
‘તું મારી મા સાથે ઝઘડો કરશ?’ તેમ કહી મોશીન તથા ફિરોઝ ધોકા તથા પાઇપ વડે મને મારવા લાગેલ તથા આ રહેમતબેને મારો કાઠલો પકડી લીધેલ હતો, જેમાં મને શરીરે ઇજા થયેલ અને એટલીવારમાં મારો મોટો ભાઇ તહેશીલરજા આવેલ અને મને પુછતો હતો કે ‘શુ થયુ?’ ત્યારે અરબાઝ કાફી આવેલ અને મારાભાઈ સાથે ઝપાઝપી કરવા લાગેલ. શેરીના માણસો ભેગા થઈ જતા તે અમોને છોડાવતા આ મોશીન, તેની માં રહેમતબેન તથા ફિરોજ એમ ત્રણેય મને જતા જતા કહેતા ગયેલ કે ‘અત્યારે તો તુ બચી ગયો, હવે પછી રોઝા છુટે પછી ભેગો થયો તો જાનથી મારી નાખશુ’
મારામારીમાં મને બન્ને પગમાં ઢીચણના ભાગે મુંઢ ઇજા તથા કોણીના ભાગે ઇજા થયેલ હોય અને લોહી નિકળતુ હોય જેથી મારા પિતા શાકિર હુશેન, મારો મોટોભાઈ તહેશીલરજા તથા અમારા વડીલ મહમદભાઇ રાઠોડ વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ હતા, પોલીસ ખાતાએ ઉપરોક્ત ચારેય વિરૂધ્ધ ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….