વાંકાનેરના યુવાન રાજકોટમાં સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે તે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો છે…
મળતી વિગતો અનુસાર વાંકાનેરના ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા રોહિત ભનાભાઈ સાકરિયા (ઉ.વ.34) નામનો યુવાન સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા સબંધી દિનેશભાઈ દેગામાની ઘરે
આવ્યો હતો. ત્યારે ત્રીજા માળેથી અચાનક નીચે પટકાતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હવે પોલીસે યુવાનના પરિવારનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે…