કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં

બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે

ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે
ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે છે અને પછી બાળક મૃત્યુ પામે છે

ચાંદીપુર વાયરસની સૌરાષ્ટ્રમા એન્ટ્રી થઈ છે જેમાં મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ જોવા મળ્યા છે. એક કેસ મોરબી તાલુકામાં અને એક કેસ ટંકારા તાલુકામાં જોવા મળ્યો હોવાનું સામે આવતા હાલમાં આરોગ્ય વિભાગે ત્રણેય શંકાસ્પદ કેસના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર અને પડધરી તાલુકાના હડમતીયા ગામે બે બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી ગઈ છે. ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત પણ થઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ ઝડપથી ગુજરાતમાં બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ વાયરસ 15 વર્ષથી નાના બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને એલર્ટ પર મૂકવામાં આવી છે. આ રોગમાં મૃત્યુ દર 50 ટકા સુધી છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ગુજરાતના આરોગ્ય મંત્રાલય દ્વારા સ્ક્રીનિંગ અને તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે તે મગજમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ રોગ પ્રવાહી દ્વારા પણ ફેલાય છે. તેમણે કહ્યું કે તેની રસી પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.ગુજરાતના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ચાંદીપુરમાં અત્યાર સુધીમાં 8600 લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યાં વાયરસનો ફેલાવો પ્રકાશમાં આવ્યો છે. અહીં સમગ્ર વિસ્તારને 26 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
શું છે ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસ એક RNA વાઇરસ છે. જે બે મહિનાથી 15 વર્ષ સુધીના બાળકો પર સૌથી વધુ અસર કરે છે. આ વાયરસનું સંક્રમણ થાય તો મૃત્યુદર 50 થી 70% હોય છે. આ વાઇરસ માદા ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી)થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે. અને એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડૉક્ટર એમ વાજપેયીએ જણાવ્યું કે આ રોગમાં જ્યારે ચાંદીપુર વાયરસનો ચેપ લાગે છે ત્યારે વાયરસ ફેફસાં દ્વારા સીધો મગજમાં જાય છે. આ પેથોજેન રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય સહિતના વાહકો દ્વારા ફેલાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
– ચાંદીપુરા વાયરસનું સંક્રમણ બાળકને થાય તો તીવ્ર તાવ આવે છે.
– આ વાયરસના સંક્રમણના કારણે બાળકને ઉલટી અને ઝાડા પણ થઈ શકે છે.
– આ વાયરસના સંક્રમણના કારણે થાક અને નબળાઈ વધવા લાગે છે.
– આ ઉપરાંત ચાંદીપુરા વાયરસમાં પેટનો દુખાવો મગજમાં સોજો જેવી સમસ્યા પણ થઈ શકે છે.
– ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે છે અને પછી બાળક મૃત્યુ પામે છે.
ચાંદીપુરા વાયરસથી બચવાની રીત
– ચાંદીપુરા વાયરસથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે બાળકોને માખી અને મચ્છરથી બચાવો.
– આ સિઝનમાં બાળકો ઘરેથી બહાર નીકળે ત્યારે તેમને ફુલ સ્લીવના કપડા પહેરાવો.
– રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો પ્રયોગ કરો.
– સાંજ થતાં જ ઘરના બારી દરવાજા બંધ કરી દો જેથી માખી- મચ્છરમાંથી ઘરમાં આવે નહીં.કેવી રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન ?
ચાંદીપુરા વાયરસ મચ્છર અને માખીની લાળમાં હોય છે. તેની લાળ દ્વારા જ આ વાયરસ લોકોમાં ઝડપથી ફેલાય છે. આ વાયરસનું સંક્રમણ થાય તો મગજમાં સોજો આવી જાય છે અને મગજમાં તાવ પણ ચડી જાય છે. જેના કારણે શરીરમાં દુખાવા અને અન્ય સમસ્યા પણ થવા લાગે છે. આ વાયરસ હાલ ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
(અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. કમલસુવાસ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.)

Content Copying Forbidden !!

error: Content is protected !!