જાલસીકા ગામે ડાડાના દર્શન કરી પરત ફરતા બેના મોત
રાતના બે વાગે માટેલ, આણંદપર, અને જેતપરડાના શખ્સો ઇકોમાં બેઠા હતા
મોડુ થઇ ગયેલ અને રોડ ખાલી હોઇ જેથી ગાડી વધુ સ્પીડમાં ચલાવતા હતા, ગોળાઈમાં વળાંક હોઇ ગાડી રોંગ સાઇડમાં જતી રહેલ અને સામેથી આવતા ડમ્પર સાથે અથડાયેલ
ફરિયાદી સિંધાભાઇ મોમભાઇ ટોટાએ જણાવ્યું હતું કે, તારીખ 22-04-2023ના રોજ વાંકાનેરના માટેલ ગામે રહેતા અને માલઢોર ચરાવતા સિંધાભાઇ મોમભાઈ ટોટા તેમજ તેમના ભાઈ સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, આણંદપર ગામના ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયા તેમજ જેતપરડા ગામના ભુવા જાલાભાઈ કડવાભાઇ સરૈયા અને જાલાભાઈ ટીડાભાઇ સરૈયા તેમના મૂળ ગામ જાલસીકા ખાતે ડાડાની ડેરીએ દર્શન કરવા માટે ઇકો કાર GJ03EC8795 પર ગયા હતા. જે ઇકો કારને સતિષભાઈ ચલાવી રહ્યા હતા.
જાલસીકા ગામે દર્શન કરી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ રાત્રિના એક વાગ્યાના અરસામાં પરત ઘરે આવવા નીકળ્યા હતા.અને રાત્રિના બે વાગ્યાની આસપાસ જેતપરડા ગામે બન્ને જાલાભાઈ નામના ભુવાને તેમણે પોતાની કારમાંથી ઉતારી ઇકોને માટેલ તરફ હંકારી હતી. એ સમયે ખુબ જ મોડુ થઇ ગયેલ હોઇ અને રોડ ખાલી હોઇ જેથી સતીષભાઇ ગાડી વધુ સ્પીડમાં ચલાવતા હતા અને આશરે સવા બે વાગ્યાના અરસામાં પાડધરા ગામના પાટીયા પહેલા ગોળાઈમાં પહોંચેલ અને જમણી સાઇડ વળાંક હોઇ સતીષભાઇએ જમણી સાઇડ વળાંક લેતા ગાડી રોંગ સાઇડમાં જતી રહેલ અને સામે થી ડમ્પર ટ્રક આવતો હોઇ તેમાં જોરથી અથડાયેલ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેને પગલે ઇકો કારનો આગળનો ભાગ દબાઇ ગયેલ અને સિંધાભાઇ ને ડાબા હાથમાં તથા શરીરે નાની મોટી સામાન્ય તથા મુંઢ ઇજા થયેલ અને છનાભાઇને માથાના ભાગેથી લોહી નીકળવા લાગેલ અને બેભાન ગયેલ અને સતીષભાઇ આગળના ભાગે દબાઇ ગયેલ અને તેમને લોહી નીકળવા લાગેલ અને બેભાન થઇ ગયેલ તે દરમ્યાન રસ્તામાં અવર જવર કરતા લોકો આવી ગયેલ અને તમામને રેસ્ક્યુ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર સારૂ રાજકોટ સરકા રી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. આ અકસ્માતમાં ઇકો કાર ચલાવતા સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, અને ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયાનું મોત નીપજ્યું હતું જયારે આ અકસ્માતમાં સિંધાભાઇ ઘાયલ થયા હતા.