માટેલ અને ઢુવા ચોકડીએથી વાહન ઉપડી ગયા હતાં
વાંકાનેર તાલુકામાં થયેલ બે બાઇકની ચોરીમાં પોલીસે હવે ગુનો દાખલ કરાયો
વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ધડાધડ બે ગુના નોંધાયા છે.
મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટના બને તો અરજદાર પાસેથી અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. ત્યાર બાદ જો આરોપી પકડાઈ તો ગુના નોંધવામાં આવે છે. તેવી જ રીતે વાંકાનેર તાલુકાના માટેલ ગામે પંચમુખી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ બચુભાઈ સોલંકી (35)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે.
જેમાં જણાવ્યું છે કે ગત તા. 29/10/25 ના રાત્રીના આઠ વાગ્યાથી લઈને તા. 31/10/25 ના સવારના આઠ વાગ્યા સુધીના કોઈપણ સમયે પંચમુખી સોસાયટીમાંથી તેઓના બાઈક નંબર જીજે 11 બીજી 6253 જેની કિંમત 35 હજાર રૂપિયા તથા સાહેદનું બાઈક નંબર જીજે 06 એફએસ 3737 જેની કિંમત 15 હાજર રૂપિયા તેની ઢુવા ચોકડી પાસેથી ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરીના બનાવ સંદર્ભે હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જેમાં હાલમાં જે બે બાઈકની ચોરી ફરિયાદ લેવામાં આવી છે તે બંને બાઈક પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે…
