કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેટલા દિવસ હજી વરસાદ? હવામાન વિભાગની આગાહી

આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ તે આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહેશે. હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી. ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા છે. આ સિસ્ટમ કચ્છના રાપરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે, હાલ તેની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે. જેના કારણે રાજ્યમાં તેની અસર વધારે વર્તાઈ રહી છે.

હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે. બે દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડશે. 29 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે. હાલની સ્થિતિ પ્રમાણે 30 ઑગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે પરંતુ સાવ બંધ નહીં થાય, જે બાદ 31 ઑગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

29 ઑગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ છે. 30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે પરંતુ અન્ય વિસ્તારો કરતાં આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે. 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે એટલે કે આ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ વધારે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે અને કેટલાક વિસ્તારોમાં આ ગતિ 60 કિમી કરતાં પણ થોડી વધારે અનુભવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે જે બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!