કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પાલિકા સભ્યને કેટલી ગ્રાન્ટ? ક્યા કામ કરવાના?

વાંકાનેર: સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે…નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ હોય છે અને તેની ઉપર હોય છે જનરલ બોર્ડ. આ દરેકને અપાયેલ નાણાકીય સત્તાઓની મર્યાદામાં રહીને જે-તે સમિતિઓ, કારોબારી કમિટી અને જનરલ બોર્ડ નીતિવિષયક નિર્ણય લેતા હોય છે. સભ્યોએ પોતાના વૉર્ડનાં વિકાસનાં કામો કરાવવા માટે પ્રક્રિયા અનુસરવી પડતી હોય છે. સભ્યોએ પોતાના વૉર્ડનાં કામો કરાવવા માટે જે તે સક્ષમ કક્ષાએ રજૂઆત કરવાની હોય છે. એ બાદ જે-તે સમિતિ, કારોબારી સમિતિ અને જનરલ બોર્ડમાં એ કામો મંજૂર કરાવ્યાં પછી વહીવટી પ્રક્રિયા અનુસરીને તેઓ પોતાનાં કામો કરાવવાનાં હોય છે…નગરપાલિકાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિના પ્રમુખો સહિતના લોકોને નગરપાલિકાનાં સત્તાવાર કાર્યો બજાવવા માટે મુસાફરી ભાડા, ભથ્થાં સિવાય કોઈ નાણાકીય ચુકવણી કરવાની હોતી નથી. ગુજરાત નગરપાલિકા આધાનયમ 1963ના છઠ્ઠા પ્રકરણમાં નગરપાાલકાએ કરવાનાં કાર્યો અંગે વિગતવાર માહિતી અપાઈ છે. અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે નગરપાલિકાએ મુખ્યત્વે પાંચ ક્ષેત્રે કાર્યો કરવાનાં હોય છે…જેમાં જાહેર બાંધકામક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, જાહેર આરોગ્ય અને સફાઈક્ષેત્રે, વિકાસક્ષેત્રે અને નગરઆયોજન અને વહીવટ સામેલ છે. નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં લોકોને પાયાની સેવાઓ આપવાનાં કામ કરવાનાં હોય છે. આ પાયાની સુવિધાઓમાં પાણીપુરવઠો, ગટરવ્યવસ્થાની જાળવણી, રસ્તાની જાળવણી અને નિર્માણ, શેરી લાઇટો અને બાગબગીચાની જાળવણી અને નિભાવ, આરોગ્ય સુવિધા, સાફસફાઈ, બાંધકામ નિયમન, ટાઉન પ્લાનિંગ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતનાં કાર્યો સામેલ છે. આ સિવાય નગરપાલિકાએ પોતાની આવકનાં સાધનો ઊભાં કરવા અને તેની જાળવણી માટેનાં કાર્યો કરવાનાં હોય છે…નગરપાલિકાના ઉપર મુજબનાં મુખ્ય કાર્યો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં નગરપાલિકાએ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની હોય છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!