મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો
કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે
આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા આપે છે અને તેનું સાંસદ દ્વારા યોગ્ય નિકાલ કરે છે. જે તે ક્ષેત્રના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ સાંસદ સમક્ષ ઉજાગર કરવાનું કામ કરે છે. આવા લોકપ્રતિનિધિને પણ સરકાર તરફથી પગાર અને અમુક વિશેષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે.
દરેક સાંસદને દર મહિને મૂળ પગાર તરીકે 1 લાખ રૂપિયા મળે છે. આ સિવાય તેમને ઓફિસ ભથ્થા તરીકે 54 હજાર રૂપિયા અને મતવિસ્તાર ભથ્થા તરીકે 49 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રીતે, દર મહિને સાંસદને ફિક્સ પગાર તરીકે લગભગ 2 લાખ રૂપિયા મળે છે.
પગાર સિવાય આટલી મળે છે સુવિધાઓ
ડાયરેક્ટ એરિયરના રૂપમાં વર્ષે 3 લાખ 80 હજાર રૂપિયા, હવાઈ મુસાફરીના રૂપમાં વર્ષે 4 લાખ 8 હજાર, રેલવે મુસાફરી માટે વર્ષે 5 હજાર રૂપિયા. પાણી ભથ્થાના રૂપમાં વર્ષે 4 હજાર અને વીજળી ભથ્થાના રૂપમાં વર્ષે 4 લાખ.
કેટલો મળે છે પગાર?
ઉલ્લેખનીય છે કે જો કોઈ સાંસદના ફિક્સ પગાર અને અન્ય ભથ્થાને જોડવામાં આવે તો તેને સરકાર દ્વારા દર મહિને 3 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવે છે. દરેક સાંસદનો વાર્ષિક ખર્ચ 36 લાખ રૂપિયાથી વધુ છે.
શું પગાર પર ટેક્સ લાગે છે?
સાંસદના પગારની ખાસ વાત એ છે કે તેમના પગાર પર કોઈ ટેક્સ લાગુ પડતો નથી. આ ઉપરાંત રહેવા માટે સરકારી બંગલો પણ મળે છે. તેમને બંગલાના ફર્નિચર, એસી અને મેન્ટેનન્સ માટે પણ પૈસા ચૂકવવા પડતા નથી.