નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી
દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે છે. જ્યાં રાજ્યવાર, પુરુષ અને સ્ત્રી હજ યાત્રીઓના જૂથોને એક જ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજ 2025 માટે, સાઉદી સરકારે પુરુષ અને મહિલા હજ યાત્રીઓને એક જ રૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ પણ નવી ગાઈડલાઈન બહાર પાડી છે.માત્ર ભારતીય મુસાફરોને જ એક રૂમમાં રહેવાની છૂટ હતી
હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લિયાકત અલી આફાકીએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં વિશ્વના તમામ દેશોના પુરુષ અને મહિલા હજ યાત્રીઓને અલગ-અલગ રૂમમાં રાખવામાં આવે છે. પરંતુ ભારતમાંથી મોટાભાગના પ્રવાસીઓ મોટી ઉંમરના અને ઓછા ભણેલા હોય છે. આને ધ્યાનમાં રાખીને, સાઉદી સરકારે ફક્ત ભારતીય પુરૂષ અને મહિલા મુસાફરોને એક જ રૂમમાં સાથે રહેવા અને રસોડા શેર કરવાની મંજૂરી આપી હતી. પરંતુ, લોકોએ ફરિયાદ કરી હતી કે એક રૂમમાં રહેવાથી મહિલાઓની અભદ્રતા થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને પુરૂષોને અલગ-અલગ રૂમમાં રાખવા જોઈએ. હજ કમિટીએ આ અંગે સાઉદી સરકારને પણ જાણ કરી હતી. આ પછી, સાઉદી સરકારે રોકાણના નવા નિયમોમાં ફેરફાર કર્યા છે.
એક જિલ્લાના હજ યાત્રીઓને એક જ બિલ્ડિંગમાં રાખવામાં આવશેઆફાકીએ જણાવ્યું હતું કે, આ વખતે મુસાફરોને રાજ્યવાર નહીં, પરંતુ જિલ્લાવાર એક બિલ્ડિંગમાં રાખવામાં આવશે. પતિ-પત્નીને પડતી સમસ્યાઓના પ્રશ્ન પર તેમણે કહ્યું કે પતિ-પત્નીના રૂમ બાજુ-બાજુમાં હશે જેથી જરૂર પડયે તેઓ એકબીજાને મદદ કરી શકે.બિલ્ડિંગના દરેક ફ્લોર પર રિસેપ્શન હશે, જ્યાં પતિ-પત્ની બેસીને વાત કરી શકશે. તેમણે એ પણ માહિતી આપી કે વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. પરંતુ, આ શ્રેણીના હજ યાત્રીઓને સાથે રાખવામાં આવશે. નોન-મહરમ કેટેગરીમાં જતી મહિલાઓને પણ સાથે રાખવામાં આવશે.