વાંકાનેર મંત્રી સોસાયટીનો બનાવ
વાળ છોડાવવા જતા ધકકો લાગતા પત્નીનું માથુ દીવાલ સાથે ભટકાયું
વાંકાનેર: મંત્રી સોસાયટીમાં ચા બનાવવામાં મોડું થતા પતિએ ફડાકા તથા ઢીકાપાટુનો માર મારેલ અને વાળ પકડી લીધેલ, છોડાવવા જતા ધકકો લાગતા પત્નીનું માથુ દીવાલ સાથે ભટકાતા માથાના ભાગે મુઢ ઇજા થયાની ફરિયાદ થઇ છે…





જાણવા મળ્યા મુજબ વાંકાનેર મંત્રી સોસાયટીમાં રહેતા જોશનાબેન અશોકભાઈ ભીખાભાઇ રાઠોડે ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા દીકરી રીધ્ધી, દીકરો લાલો, દીકરી ગાયત્રી અને દીકરો પ્રિન્સ છે. 



ગઇ તા.૧૯/૦૩/૨૦૨૬ ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં મારા પતિને ચા પીવો હોય ચા બનાવી આપવાનું કહેલ, હું હાથ મોઢુ ધોવા ગયેલ જેથી આ ચા બનાવામાં વાર લાગેલ, મારા પતિ મારી ઉપર ગુસ્સો થઇ કહેવા લાગેલ કે ‘તારે ક્યાં સુધી સુવુ છે? તને ખબર નથી પડતી કે મારે ચા પીવી છે. તને કેટલી વાર કીધુ??’ 



મેં કહેલ કે ‘થોડીવારમાં બનાવી દવ’ આથી તેને ગુસ્સો આવેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપ્વા લાગેલ, મેં કહેલ કે ‘તમે ગાળો ન બોલો- આ ઘર છે. અને આજુબાજુમાં માણસો રહે છે’ આમ કહેતા તે વધારે ઉશકેરાઇને કહેવા લાગેલ કે ‘તું મારી સામુ બોલે છે?” તેમ કહી મને હાથ વડે ફડાકા તથા ઢીકાપાટુ મારવા લાગેલ અને મારા વાળ પકડી લીધેલ, જેથી મેં મારા વાળ છોડાવવા જતા 






મને ધકકો લાગતા મારું માથુ ઘરની દીવાલ સાથે ભટકાતા માથાના ભાગે મુઢ ઇજા થયેલ, જેથી હું નીચે બેસી ગયેલ અને મેં મારા પતિને ‘મને ચક્કર જેવુ આવે છે’ તેમ કહેતા ઘરેથી જતા રહેલ બાદ હું વાંકાનેર સરકારી દવાખાને ગયેલ, મને મોરબી માથાનો ફોટો પડાવવા માટે જવાનુ કહેતા મોરબી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં આવેલ છું, અહીં મારી માતા રસીલાબેન નારણભાઈ રીબડીયા પણ હાજર છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
