કેરાળામાં ‘તું ઘરકામ કરતી જ નથી’ કહી, માર માર્યાની ફરિયાદ
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા પરિણીતાને તેણીના સાસુ સહિતના સસરિયાઓએ તું ઘરકામ કરતી જ નથી, આખો દિવસ બેઠી જ રહે છે કહી વાળ પકડી માર મારી જમીન ઉપર પછાડી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા નિયામતબેન નજરૂદીનભાઇ બાદી, ઉ.40 નામના પરિણીતાને આરોપી તેમના સાસુ ફાતુબેન અબ્દુલભાઇ બાદી, અખતરભાઇ અબ્દુલભાઇ બાદી, પતિ નજરૂદીન અબ્દુલભાઇ અને હુશેનભાઇ હાજીભાઇ બાદી રહે.બધા કેરાળા વાળાએ તું ઘર કામ કરતી જ નથી આખો દિવસ બેઠી જ રહીશ કહી મેણા-ટોણા મારી, ગાળો આપી ઢીકા પાટુનો મુઢમાર મારીને લાકડીના ધોકા વતી વાસાના ભાગે એક ધા મારી તેમના પતિએ વાળ પકડી જમીન પાડી દઇ ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
