પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પત્નીએ ખાધાખોરાકીનો કેસ કરી 10 લાખની માંગણી કરી
પત્ની રૂ. 5 લાખ લઈ માવતરે ચાલી ગઈ હોવાના આક્ષેપ સાથે યુવાને કર્યા ઝેરના પારખા
વાંકાનેરમાંથી પાંચ વર્ષ પૂર્વે બાઈક ચોરનાર શખ્સ મોરબીથી ઝડપાયો
વાંકાનેરમાં રહેતા યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ માવતરે રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા અને ખાધા ખોરાકીનો કેસ કરી રૂ. 10 લાખની માંગણી કરી હોવાનો અને પત્ની રૂ. 5 લાખ લઈ માવતરે ચાલી ગઈ હોવાના આક્ષેપ સાથે યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં જીનપરા મેઈન રોડ ઉપર રહેતા અભિજીત હસમુખભાઈ ભીડોરા નામનો 38 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં અભિજીત ભીડોરાના દીપ્તિબેન સાથે આઠ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા છેલ્લા પાંચેક મહિનાથી દીપ્તિબેન મોરબી રહેતા માવતરે રિસામણે ચાલી ગઈ હતી અને દીપ્તિબેને છૂટાછેડા અને ખાધા ખોરાકીનો કેસ કરી રૂપિયા દસ લાખની માંગણી કરી હોવાનો અને દીપ્તિબેન ઘરેથી રૂપિયા પાંચ લાખ લઈને માવતરે ચાલી ગઈ હોવાનો અભિજીત ભીડોરાએ આક્ષેપ કર્યો છે આક્ષેપના પગલે વાકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરમાંથી પાંચ વર્ષ પૂર્વે બાઈક ચોરનાર શખ્સ મોરબીથી ઝડપાયો