વાંકાનેર: જીનપરા જકાતનાકા ખાતે એક ફોર વ્હિલ કાર ચાલકને પીધેલ હાલતમાં હોઈ પોલીસ ખાતાએ કાર કબ્જે કરી છે….
જાણવા મળ્યા મુજબ જીનપરા જકાતનાકા ખાતે હુન્ડાઈ કંપનીની વેન્યુ ફોર વ્હિલ કાર GJ-36-AF-4437 મોરબી તરફથી ચાલક સર્પાકારે ચલાવી શંકાસ્પદ હાલતમાં જોવામા આવતા કેફી પ્રવાહી પીધેલ દિપકકુમાર ભીરૂલાલ માલવિયા (ઉ.વ.૩૭)
રહે. બ્લોક -૦૩ જય ગણેશનગર ટીબંડી પાસે પાટીદાર ટાઉન્સીપ સામે મોરબી મુળ ૨હે- અરણીયા ચંદેલ ગામ તા-જી- નિમચ મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધી અને કારની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-ગણી કબ્જે કરી આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ કોન્સ. રાણીંગભાઈ નાજભાઈ ખવડ દ્વારા કરવામાં આવી છે….