કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આઇ-૨૦ કાર ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાઇ

વાંકાનેર: માટેલ પાસેથી તાલુકા પોલીસે એક અનુ.જાતીના થાનગઢના રહેવાશીની આઇ-૨૦ કારમાં ઇંગ્લીશ દારૂ લઇ જતો હોઈ ધરપકડ કરી છે.

બનાવની વિગત એ મુજબ છે કે બાતમીના આધારે પોલીસ માટેલ ગામે પહોંચતા એક સફેદ કલરની આઈ-૨૦ કાર રજી.નં.GJ-03-LG-224 3 વાળીમાં ઇંગ્લીશ દારૂ ભરીને કારને ચાલક માટેલ ગામથી જામસર ચોકડી તરફ જતા રસ્તા પર માટેલ ગામના ધરા પર આવેલ પુલ પાસે મુકુંદભાઈ બાબુભાઈ શ્રીમાળી જાતે અનુ.જાતી (ઉ.વ.૩૫) રહે. થાનગઢ, મારૂતીનંદન સોસાયટી, અંબુજા સીરામીક સામે જી.સુરેન્દ્રનગર વાળો નીકળતા કારની ડેકીમાંથી પરપ્રાંત બનાવટની મેક ડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ,૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઈન પંજાબ ઓન્લી લખેલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ મળી આવેલ.

આથી સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની આઇ-૨૦ મોડલની કારની કીં.રૂ.૩,૦૦,૦૦૦/- અને બોટલની નવ હજાર ગણી કબ્જે કરેલ છે. આ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા (અનાર્મ લોકરક્ષક), ચમન ભાઈ ચાવડા (એ.એસ.આઈ.), અને પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા તથા વીજયભાઈ ડાંગર જોડાયા હતા.

સ્પેલન્ડર પર દારૂની ફરી કરતા પકડાયા
શિયાળાની ઠંડી મોસમમાં દારૂના ધંધામાં તેજી આવી હોય તેમ વાંકાનેરના રાજાવડલા રોડના નાકા પરથી નંબર પ્લેટ વગરનું સ્પેલન્ડર લઈને થાન તાલુકાના મનડાસર ગામના સાગર હસમુખભાઈ કમેજળીયા નામનો શખ્સ નીકળતા પ્લાસ્ટીકની થેલીમા પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ બોટલો નંગ-૧૦, કી.રૂ.૪૦૦૦/- અને મોટર સાયકલ કિંમત રૂ.૪૯,૦૦૦/-ગણીને કબ્જે કરેલ છે. આ કાર્યવાહી પોલીસ સ્ટાફના ધર્મરાજભાઈ પ્રવીણભાઈ કિડીયા, પો.હેડ કોન્સ હરપાલસિંહ તથા દિનેશભાઈ વશરામભાઈ સોલંકીએ કરી પ્રોહી.એકટ કલમ-૬૫ એ.એ, ૧૧૬ બી, ૯૮(૨) મુજબ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

દેશી દારૂ સાથે ધરપકડ
સમઢિયાળાના મુક્તાબેન ગુણવંતભાઈ ઈંદપરાને 10 કોથળી સાથે, સરતાનપર રેખાબેન મનજીભાઇ સરાવાડીયાને 25 કોથળી સાથે, માટેલના રમેશ ગોરધન રાઠોડને 40 કોથળી સાથે, ઢુવા માટેલ રોડ બ્રાવેટ સિરામિકની બાજુમાં ઝુંપડામાં રહેતા ભાનુભાઇ કાજુભાઈ જખાણીયાને 48 કોથળી સાથે પોલીસ ખાતાએ પકડેલ છે.

ડમડમ પકડાયા
દિગ્વિજયનગર હાથીખાના શેરીના કમલેશ દેવશીભાઇ પલાણી, મિલ સોસાયટીના વિજય અમૃતભાઈ ડાભી, સરતાનપર મોટો કારખાના પાસેના વિનોદ નારૂભાઇ વાઝલીયા, માટેલના જીલા ભલાભાઈ સરાવાડીયા, જામસરના જેમા પ્રેમજી દંતેસરીયા, જામસરના જ શંભુ વશરામભાઇ દેલાવડીયા અને જામસરના જ ત્રીજા મનસુખ જાદુભાઇ દેલવાડીયા પીધેલ પકડાયા છે.

ટ્રાફિકના ગુન્હા
જીનપરાના સિરાજ યાસીનભાઈ બુખારી પોતાની હવાલાવાળી રીક્ષા નં GJ-36-U-6351 ને જકાતનાકા પાસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા કાયદેસરની કાર્યવાહી થઇ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!