જીતુ સોમાણીના કટાક્ષનો મોહન કુંડારિયાએ જવાબ આપ્યો
ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 5 નેતાઓને પડતા મુકાયા હતા. જે બાદ રાજકોટનાં સાંસદ પર વાંકાનેરનાં ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટ ભાજપમાં થોડા સમય માટે ગરમ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ મતભેદ ભાજપને નુકશાન પહોંચાડશે કે ફાયદો તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
રાજકોટ બેઠક પર ઉમેદવાર જાહેર થયાનાં બીજા દિવસે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુ સોમાણીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાયા બાદ કટાક્ષ કરી રહ્યા હતા. વીડિયોમાં જીતુ સોમાણીએ કહ્યું હતું કે,
હવે કાર્યકર્તાઓને કોઈ ધમકાવશે નહી, ઘણા લોકો પક્ષનું નામ બદનામ કરતા, સરકારનું નામ બદનામ કરતા, હિટરલ શાહી વાપરતા, કાર્યકર્તાઓનો અપશબ્દો બોલવા જેવી બાબતે મોહન કુંડારિયા પર કટાક્ષ કર્યો હતો.
મોહનભાઈ કુંડારિયાને ટિકિટ કપાવવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં કદી ટિકીટ કપાતી જ નથી. જેમ મસાલ રેલી હોય ને એક બીજીને મશાલ આપે બીજો ત્રીજાને આપે આમાં ટિકીટ કપાવવાની કોઈ વાત જ નથી.
જીતુભાઈ સોમાણીએ કરેલ કટાક્ષ બાબતે મોહન કુંડારિયાએકહ્યું હતું કે, હું કોઈ પણ બાબતને નેગેટીવ રૂપે જોતો જ નથી. અમારા કાર્યકર્તા ઉભા છે. જીંદગીમાં મને કદી ધમકી આપતા આવડી નથી. ભવિષ્યમાં આવડશે પણ નહી અને ભગવાન એવું શીખવાડે પણ નહી. જીતુભાઈ સોમાણીની વાત પર હું કંઈ જ કહેવા માંગતો નથી. હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરને હું હંમેશા પ્રેમ અને લાગણીથી જોતો હોઉ છું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો