બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા
સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. શ્રી કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની તક ન મળી હતી.
પ્રેક્ષક ગેલેરીમાંથી તે નીચે કુદયો અને મારી બાજુમાં જ તે આવી જતાં કાંઇક અજુગતું હોવાનું મને ખ્યાલ આવ્યો હતો અને મે તે યુવકને ઝડપી લીધો હતો.
શ્રી કુંડારીયાએ જણાવ્યું કે બંને યુવકોને ભાગ્યે જ બોલવાની તક મળી હતી અને ફકત બે કે ત્રણ મીનીટમાં જ તેઓ ઝડપાઇ ગયા હતા.