કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાગાયતની યોજનાઓઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓના લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ સહાય હેઠળ વિવિધ યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક, કમલમ વાવેતર, હાઇબ્રીડ બિયારણ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો દરેક ખેડુતો લાભ લઈ શકે તે માટે ૧૧/૦૫/૨૦૨૪ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

બાગાયતદારોને વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે, નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ/રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

પોલીસ સ્ટેશનેથી

દારૂ સાથે: તીથવા લાલશાનગર નવા બીપીએલ ક્વાર્ટરમાં રહેતા ભાનુબેન કાળુભાઇ અજુભાઈ જખાણીયા અને અમરસરના રંજનબેન જકશીભાઈ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવતા કાર્યવાહી
પીધેલ: રાજાવડલાના શૈલેષ પ્રેમજી સોલંકી અને નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા મનોજ બાબુભાઇ કેરવાડીયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ: વાંકાનેર સિપાઈ શેરીના શાહરુખ ઇસ્માઇલભાઈ મીરા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!