વાંકાનેર: તાલુકાના ધમલપર ગામે ગામતળની સ્થળ તપાસ કરવા જતા બધાયના ભીસડા ખેરવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.
આ બનાવની વિગત મુજબ ધમલપરના ગ્રામ પંચાયતના સભ્ય રવીભાઈ મંગાભાઈ જીજરીયા (ઉ.વ.૩૦) એ ફરીયાદ કરી છે કે પોતે ઢુવા પાર્થ પેકેજીંગ કારખાનામાં મજુરી કામ કરે છે. તા.૦૬/૦૨/૨૦૨૪ ના
ધમલપર-૩ ગ્રામ પંચાયત ખાતે પોતે તથા સરપંચ શારદાબેન અરવીદભાઈ અબાસણીયા, ઉપસરપંચ નસીમબેન કાળુભાઇ જુણેજા, માજી સરપંચ અરવીદભાઈ રધુભાઈ અબાસણીયા, સભ્ય રવજીભાઈ લધુભાઈ અબાસણીયા, દેવશીભાઈ જીવરાજભાઈ બાવરવા તથા તલાટી મંત્રી ધનજીભાઈ મેરાભાઈ સોલંકી બધા સમાન્ય સભાની મીટીગમાં હાજર હતા
અને ધમલપર ગામમા નવા ગામતળની જાહેર હરરાજીથી નીકાલ કરવા પંચાયત ઓફીસથી ધમલપર બસ સ્ટેન્ડ પાછળ થાન રોડ પર જતા ત્યારે ધમલપરના યાશીનભાઈ મામદભાઈ દેકાવાડીયા તથા ઈમરાનભાઈ રસુલભાઈ દેકાવાડીયા ત્યાં આવેલ અને કહેવા લાગેલ કે શું કરવા તમે બધા અહી આવેલ છો? આ અમારા વાડા તથા અમારા સાબુના કારખાનામા કાઈ પણ કાયદેસર કાર્યવાહી કરશો તો તમારા બધાયના ભીસડા ખેરવી નાખીશ
બાદ બધા ગ્રામ પંચાયત ખાતે આવતા રહેલ હતા. બાદ યાશીનભાઈ તથા ઈમરાનભાઈ ગ્રામપં ચાયત ખાતે આવી ધમકી આપેલ હતી. પોલીસ ખાતાએ આરોપી વિરુદ્ધ આઈ.પી.સી.કલમ-, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) ધમલપરના જાવેદ હારૂનભાઇ કટિયા કટિંગવાળા મેલડીમાંના મંદિર પાસેથી 8 કોથળી સાથે અને (2) ભાયાતી જાંબુડિયા ગ્રેની સીરામીક સામેથી મોરબીના શૈલેષ ધારાભાઈ ખરજીયા 72 કોથળી દેશી દારૂ સાથે પકડાયા.
પીધેલ:
(1) નવાપરા રામકૃષ્ણનગરના નારણ તેજાભાઈ દેગામા અને પંચાસર રોડ વિધાતા પોટરી સામે રહેતા દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
(1) મિલ પ્લોટના અજય રામજીભાઈ વીજવાડીયા (2) રાતીદેવરીના હરેશ રામકૃષ્ણભાઈ કુબાવત અને (3) પીપળિયારાજના કડીવાર મહેબૂબ અબ્દુલભાઇ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો