કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો…

* સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે…
* અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને વિનંતી છે કે ફોટાથી અમે સમાચાર બનાવી શકીયે નહીં, ઘટના/ સમાચારની પુરી વિગત ગુજરાતીમાં ટાઈપ કરી ઓછામાં ઓછા સાત થી દશ વાક્યો લખવા, જેમાં ઘટના સ્થળ, ગામનું અને તમારું નામ, ઘટનાની વિગત, ઘટના બનવાનું કારણ અને તમારી દ્રષ્ટિએ નિરાકરણ, સંબંધિતોના નામ વગેરે… લખવું. ગુજરાતીમાં જો ટાઈપ કરતા ન આવડતું હોય તો જાણકાર પાસેથી કરાવી લેવું…
* ખેતી પાક/ જમીનને નુકશાનીના હવે કોઈએ ફોટા મોકલવા નહીં, કારણ કે નુકશાનીની જમીન ઘણી છે. હા, સરકારી મિલ્કત જેવી કે રોડ, પુલ, નિશાળ, પંચાયત ઓફિસ જેવી સાર્વજનિક મિલ્કતની નુકશાનીના કે અકસ્માતના ફોટા વિગત સાથે મોકલી શકો છો…
* તમારી રજૂઆતના લેટરપેડ પર લખાયેલ પત્રનો ફોટો જે તે ઓફિસરના recieved ના mark સાથેનો અવશ્ય મોકલવો. અગાઉ કરેલી રજૂઆતના જવાબમાં તંત્રનો મળેલ પત્રનો ફોટો પણ મોકલવો…
* નુકશાનીના વળતર બાબતે અમારો સંપર્ક કરવાને બદલે નેતાઓ કે અધિકારીઓનો પહેલા સંપર્ક કરવો. અમારી પર ક્યારેય વોટ્સએપથી ફોન કરવો નહીં, જનરલ ફોન જ કરવો…
* ઉલ્લેખનીય છે કે સતત વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને તથા કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી ખેતીવાડી અધિકારી દ્વારા ગામોમાં ખેત નુકશાની માટે ટીમને સર્વે માટે મેદાનમાં ઉતારવામાં આવી છે અને જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ થયું છે. વાંકાનેર તાલુકામાં પાક નુકશાની સર્વે ટીમની વિગત દર્શાવતું પત્રક અગાઉ આપવામાં આવ્યું છે આમ છતાં ફરી નીચે મુજબ છે. તમારા ગામમાં નિયુક્ત સરવેયરને મળી તમારી જમીનનું સર્વે કરાવી લેશો. ગામમાં નિયુક્ત સરવેયરના મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!