વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબરનું પ્રજા જાગૃતિ અભિયાન
વાંકાનેર: વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત માંગે તો સરકારના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી તેવા ભષ્ટ અધિકારીઓ સામે જાગૃતતા લાવવા સરકાર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
કોઈ પ્રકારની લાંચ-રુશ્વત લેવી કે દેવી એક અપરાધ ગુનો બને છે તે ગેરકાયદેસર લાંચ લેનાર અધિકારીઓ સામે લોકોમાં જાગૃતતા લાવવા માટે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાને કાયદાકીય, સરકારી હેલ્પલાઇન, ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શન આપવા કેમ્પ કરી કોઈપણ અધિકારી લાંચ માંગે તો હેલ્પલાઇન નંબર 1064 તેમજ તત્કાલ ઈમરજન્સી પોલીસની મદદ માટે નંબર 100 સહિત વિવિધ મહિલા સમસ્યા અંતર્ગત હેલ્પ લાઈન 181 અને ઈમરજન્સી મેડિકલ સારવાર માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 108 ના માધ્યમથી તત્કાલ લોકોને મદદગાર થવા મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી તથા સમગ્ર તાલુકા પોલીસની ટીમે કેમ્પ કરી લોકોને સરકાર દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબરનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો