અહીં કરી શકશો ફરિયાદ
નવી દિલ્હી: આપની જમીન પર બીજો કોઈ વ્યક્તિ બાંધકામ કરે તો તેને દબાણ કહેવાય છે. આ વાત તો બધા જાણે છે પણ જો આપની જમીન પર હવામાં લટકેલા કોઈ આવું બાંધકામ કરે છે, તો શું તેને પણ દબાણની શ્રેણીમાં રાખવામાં આવશે. જો આપના પાડોશી કોઈ આવું બાંધકામ કરે છે, જેનાથી આપની જમીન પર તકલીફ થઈ રહી છે તો શું તેને દબાણ માનીને કાર્યવાહી કરી શકાય.
હકીકતમાં જોઈએ તો, મકાનનું છજુ આવું જ એક બાંધકામ હોય છે, જે જમીન પર ન હોવા છતાં પણ બીજાના ભાગમાં અડચણ કરે છે. તેથી જો આપના પાડોશીએ પોતાના મકાનનું છજુ આપની જમીન તરફ કાઢ્યું છે, જેનાથી આપને મકાન બનાવવામાં તકલીફ થઈ રહી છે, તો તેની ફરિયાદ કરી શકાય છે. ત્યારે આવા સમયે આપને કાયદાની પુરેપુરી મદદ મળશે.
સૌથી પહેલા શું કરવાનું રહેશે
જો આપની સાથે પણ આવો કોઈ કિસ્સા બને તો સૌથી પહેલા આપના પાડોશી સાથે વાત કરવી જોઈએ. સારુ રહેશે કે આવા કિસ્સામાં એકબીજા સાથે વાત કરીને નિવારણ લાવવું જોઈએ. પાડોશીના મકાનનું છજુ ભલે જમીન પર નહીં પણ આકાશનમાં લટકતું હોય, પણ તમને તેનાથી સમસ્યાથી થઈ રહી છે તો તેને અતિક્રમણ માનવામાં આવશે. ત્યારે આવા સમયે આપ પાડોશી સાથે તેના પર વાત કરી શકશો.
એસડીએમ પાસે ફરિયાદ કરો
વાતચીતથી મામલાનું સમાધાન ન થાય તો આપ આપના ઝોનના એસડીએમ કાર્યાલયમાં અરજી કરી શકશો. જમીન અથવા મકાનના મામલાની સુનાવણી માટે દરેક એસડીએમ કાર્યાલયમાં એક લોક અદાલત લાગે છે. સારુ રહેશે કે આપ આપના દસ્તાવેજ અને સંબંધિત અતિક્રમણ સાથે જોડાયેલી તસ્વીર અને ડોક્યુમેન્ટ સાથે અપીલ કરી શકશો. લોક અદાલતમાં આપ આપની ફરિયાદ સમજાવવામાં સફળ થઈ ગયા તો, આપના કેસની તપાસ શરુ થઈ શકે છે.
બાંધકામ વિરુદ્ધ ફરિયાદ કરો
આ ઉપરાંત આપ સ્થાનિક નગર પાલિકા કાર્યાલયમાં પણ તેની ફરિયાદ કરી શકશો. નગર પાલિકામાં દરેક નિર્માણને લઈને એક નક્શો હોય છે અને આપના પાડોશીએ આ નકશા વિરુદ્ધ કોઈ નિર્માણ કરાવ્યું છે તો તેને તોડી શકાય છે. નગર પાલિકાના નકશાની એક નકલ લઈને આપ એસડીએમ કાર્યાલયમાં પણ અતિક્રમણ વિરુદ્ધ ફરિયાદ કરી શકશો.
અંતિમ રસ્તો કોર્ટ
જો આપને અહીં બતાવેલ રસ્તામાંથી એકેય જગ્યાએ આપની સમસ્યાનું સમાધાન ન થાય તો કોર્ટ અંતિમ રસ્તો હશે. આપ તમામ ડોક્યુમેન્ટ અને અતિક્રમણના પુરાવા સાથે કોર્ટનો દરવાજો ખખડાવવો જોઈએ. સારુ રહેશે કે તેના માટે કોઈ રેવન્યૂ વકીલની મદદ લેવી અને સમગ્ર તૈયારી સાથે કોર્ટમાં અપીલ કરવી. આપના અતિક્રણ વિરુદ્ધના તમામ ડોક્યુમેન્ટ અને તસ્વીર પણ એપ્લીકેશનની સાથે લગાવવા જોઈએ.