કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિલા વિરોધ ન કરે તો તેને બળજબરી ન કહેવાય

પોતાને બચાવવા માટે મહિલાએ વાર્તા બનાવી અને ઘટનાને તોડી-મરોડીને રજૂ કરી : હાઇકોર્ટ

ભુવનેશ્વર(ઓરીસ્સા): અહીંની હાઇકોર્ટે એક દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપી આરોપીને નિર્દોષ છોડી મુકયો હતો. હાઇકોર્ટે ફેસલામાં જણાવ્યું હતું કે મહિલા પુરોત વિરોધ ન કરે તો તેને જબરદસ્તી ન કહેવાય. બળાત્કારના કેસની સુનાવણી કરતી વખતે ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, જો મહિલા શારીરિક સંબંધ બાંધવા દરમિયાન પૂરતો વિરોધ ન કરે તો કોર્ટ તેને બળજબરી માનતી નથી.

મહિલા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો વિરોધ કરી શકે છે. આ કેસમાં કોર્ટે આરોપીને છોડી મુકતા કહ્યું કે, જ્યારે મહિલાના શરીર પર કોઈ નિશાન નથી, તો કેવી રીતે માની શકાય કે તેની સાથે બળજબરી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જો કોઈ પુખ્ત મહિલા શારીરિક સંબંધ બાંધવાનો વિરોધ ન કરે તો તેને તેની સંમતિ માનવામાં આવશે. જસ્ટિસ સંગમ કુમાર સાહુએ કહ્યું કે, જો મહિલાએ પૂરતો વિરોધ ન કર્યો તો કોર્ટ તેને જબરદસ્તી માનતી નથી અને ન તો એમ માને છે કે તેની સંમતિ વિના આવું કરવામાં આવ્યું હતું.

કોર્ટે કહ્યું કે આ સમગ્ર મામલામાં એવું લાગે છે કે ઘટનાને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે. એ ધ્યાનમાં રાખવું પડશે કે જો પીડિતા ઈચ્છતી ન હતી અને તેની ઈચ્છા ન હતી તો તેણે આરોપીનો વિરોધ કેમ ન કર્યો? કોર્ટે કહ્યું કે, જો આરોપીનો પ્રતિકાર કર્યો હોત તો બંનેમાંથી કોઈના શરીર પર ઘા હોવા જોઈએ. આ મામલામાં હાઈકોર્ટે કહ્યું કે, બંનેના શરીર પર કોઈ નિશાન જોવા મળ્યા નથી. જો કોઈ નિશાન અથવા ઘા જોવા મળે છે, તો તે સાબિત કરે છે કે શારીરિક સંબંધ બળથી બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કોર્ટનું માનવું છે કે મહિલા તરફથી કોઈ વિરોધ થયો નથી. પુરાવા અને રેકોર્ડ જોતા એવું લાગે છે કે પોતાને બચાવવા માટે મહિલાએ વાર્તા બનાવી અને ઘટનાને તોડી-મરોડીને રજૂ કરી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!