વાંકાનેરવાસીઓએ રફાળેશ્વર જઈ બઘડાટી બોલાવી
‘તારી ઘરવાળી મારી રખાત છે’ ફોન કરતા થયેલ ઝઘડામાં વાંકાનેર, નવા ઢુવા અને ચંદ્રપુરના આરોપી
મોરબીના કામધેનું પાટી પ્લોટ પાછળ મચ્છુનગરમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઈ સિંધવ (ઉ.વ.૩૦) નામના યુવાને આરોપીઓ નવઘણ ધનીભાઈ ઉર્ફે કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેર, ભીમાભાઈ ખદાભાઈ ઉર્ફે ભીખાભાઈ સિંધવ (રહે નવા ઢુવા વાંકાનેર), સુરેશ ખદાભાઈ સિંધવ (રહે નવા ઢુવા), ચંદ્રેશ ઉર્ફે ભા
ધનીભાઈ ઉર્ફે કિશોરભાઈ પરમાર (રહે વાંકાનેર), જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઈ સિંધવ (રહે વાંકાનેર ચંદ્રપુર), સુરજભાઈ ઉર્ફે ટકો ધનીભાઈ ઉર્ફે કિશોરભાઈ કિશોરભાઈ પરમાર (રહે વાંકાનેર ચંદ્રપુર) અને હરેશભાઈ બટુકભાઈ પરમાર (રહે વાંકાનેર) એમ સાત આરોપીઓ વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ
નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ભીમાભાઈ સિંધવે ફરિયાદી યુવાનના મોટાભાઈ બાબુભાઈ ભીખાભાઈ સિંધવને ફોન કરી તારી ઘરવાળી મારી રખાત છે તારામાં તાકાત હોય તો હાલ્યા આવજો કહેતા ફરિયાદીના કાકાના દીકરા ભાઈ ભીમાભાઈ, ફૈબાનો દીકરો જીતેશ વાલાભાઈ ચૌહાણ અને કાકાના દીકરા
સિંધાભાઈ કાન્તીભાઈ સિંધવ અને તેનો ભાઈ બાબુભાઈ ભીખાભાઈ સિંધવ બધા બોલેરો લઈને સાથે આવ્યા હતા અને સામેના જૂથને જ્યાં રફાળેશ્વર ચોકડી પાસે ગાડી લઈને ઉભા છીએ તમે પાણીયાળા હોય તો હાલ્યા આવો કહેતા ચાર આરોપીઓ બે બાઈકમાં હથિયાર સાથે આવીને બાબુભાઈને લાકડાના ધોકાથી
હાથમાં ઘા મારી મારામારી કરી હતી તેમજ બીજા બે બાઈકમાં અન્ય ત્રણ આરોપીઓ આવી સિંધાભાઈને ધક્કો મારી પાડી દઈને છુટા પથ્થરના ઘા કરી તેમજ લાકડીથી માથામાં મારી તેમજ જીતેશ ચૌહાણને લાકડાના ધોકા વડે અને ભીમાભાઈ સિંધવને લોખંડ પાઈપથી માર મારી ઈજા કરી હતી અને બોલેરો ગાડીના
કાચ તોડી નુકશાન કરી હવે ક્યારેય આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના બાઈક લઈને નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો