કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જો તમારી પાસે ૫૦૦૦ થી વધુ પક્ષીઓ વાળું પોલ્ટ્રી ફાર્મ હોય તો…

ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ના ડી.એમ.ઠાકર- સભ્ય સચિવે જણાવ્યુંછે કે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ, નવી દિલ્હીનાં, ઓરીજીનલ એપ્લીકેશન નં. ૬૮૧/૨૦૧૭ નાં તા. ૧૬.૦૯.૨૦૨૦ તથાઓરીજીનલ એપ્લીકેશન નં. ૩૨૦/૨૦૨૧ના તા. ૧૦.૧૨.૨૦૨૧નાં હુક્મમાં આપેલ ના. કોર્ટના નિર્દેશો અનુસંધાને કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણબોર્ડ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨માં પ્રકાશિત કરેલ માર્ગદર્શિકા ‘એન્વાયરોન્મેન્ટલ ગાઈડલાઈન્સ ફોર પોલ્ટ્રી ફાર્મ’ની જોગવાઈઓનું પાલનકરવાનું રહે છે. માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં એક જ સ્થળે ૫૦૦૦ થી વધુ પક્ષીઓનું સંચાલન કરતા તમામ પોલ્ટ્રી ફાર્મના માલિકોએ સ્થાપનાકરવા માટે અને પોલ્ટ્રી ફાર્મ ચલાવવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પાણી અધિનિયમ, ૧૯૭૪ અને વાયુ અધિનિયમ ૧૯૮૧ હેઠળ સ્થાપિત કરવા માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE) અને સંચાલન માટે કન્સેન્ટ ટુ ઓપરેટ (CTO) લેવું ફરજીયાત છે. ગાર્ડલાઈનની કોપી બોર્ડની વેબ સાઈટ પર (https://gpcb.gujarat.gov.in/webcontroller/ viewnews/ EnvironmentalGuidelines-for-Poultry-Farms) ઉપલબ્ધ છે. બોર્ડ દ્વારા કસુરવારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!