કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા. 50 હશે. થ્રી વ્હીલરથી માંડીને કાર-બસ સહિતના વાહનોમાં નિયત ક્ષમતા કરતા વધુ લોકોનો પ્રવાસ સામાન્ય થઈ ગયો છે ત્યારે આ ટ્રેન્ડ રોકવા માટે રાજય સરકારે સ્થળ પર જ દંડ લાગુ કરવાનો

નિર્ણય લીધો છે અને તુર્તમાં તે અમલમાં મુકતુ નોટીફીકેશન જારી કરાશે. મોટર વ્હીકલ એકટ હેઠળ કોઈપણ વાહનમાં આરસી બુકમાં નિર્દિષ્ટ સંખ્યા કરતા વધુ લોકો બેસી શકતા નથી. કારમાં પેસેંજર ક્ષમતા પાંચની હોય છે. પરંતુ ઘણા કિસ્સામાં વધુ લોકો મુસાફરી કરતા હોય છે. આ સ્થિતિ રોકવા માટે દંડ-પેનલ્ટીનો કોરડો વિંઝવાનું નકકી થયું છે જે અંતર્ગત થ્રી વ્હીલર માટે રૂા.50 તથા કાર અને અન્ય વાહનો માટે રૂા.200 નકકી કરાયા છે. ગુજરાતમાં તાજેતરમાં સર્જાયેલા

અકસ્માતોમાં વાહનોમાં વધુ પ્રવાસીઓ હોવાનુ માલુમ પડયુ હતું અને તેના પગલે સરકારે કડક કાર્યવાહી કરવાનુ નકકી કર્યુ હતું. આરટીઓએ તાજેતરમાં ખાસ અભિયાન પણ ચલાવ્યુ હતું. એક કિસ્સામાં વાહનમાં નિયત કરતા 10 પ્રવાસી વધુ નિકળતા ચાલકને 2000નો દંડ ફટકારાયો હતો. આ કાર્યવાહીને ટ્રાન્સપોર્ટ કમિશ્ર્નર સમક્ષ પડકારવામાં આવી હતી. દંડ ફટકારનાર અધિકારીએ મોટર વ્હીકલ એકટની જોગવાઈ મુજબ જ કાર્યવાહી કરી હોવાની દલીલ કરી હતી પરંતુ

સતાવાર નોટીફીકેશન ન હોવાથી દંડ રદ કરવામાં આવ્યો હતો. અદાલતે મોટર વ્હીકલ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. અદાલતી ચુકાદા છતા સતાવાર નોટીફીકેશન ન હોવાથી તંત્રના હાથ બંધાયેલા હતા. હવે ચૂંટણી પરિણામ બાદ નોટીફીકેશન જારી કરવામાં આવશે. આરટીઓના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે આ નિયમ લાગુ કરવા રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે. કારણ કે વાહનોમાં નિયમથી વધુ લોકો જ બેસતા હોય છે. કાયદો લાગુ થાય

તો કેસનો ઢગલો થવા લાગે. નોટીફીકેશન વિના કાયદાની જોગવાઈઓ લાગુ ન થઈ શકે. આ કારણોસર છેલ્લા વર્ષોમાં વધુ મુસાફરો ભરવાના કેસ થઈ શકતા ન હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે રાજયના લગભગ તમામ શહેરોમાં એકથી બીજા શહેર-ગામ માટે હજારો વાહનો દોડે છે. 8ની ક્ષમતા સાથે 14 થી15 મુસાફરોને બેસાડવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ બધા પેસેન્જર વાહનો જ હોય છે છતાં આરટીઓ કાંઈ કરી શકતુ નથી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!