ટંકારાના લૂંટ કેસમાં સફળતા મેળવી હતી
ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી…



જે કામગીરી બદલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ડીવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ છાસીયા એલસીબીના પીઆઇ એમ.પી, પંડ્યા તેમજ પોલીસ કર્મચારીઓનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.