સરતાનપર રોડ પર તલાવડીમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો
વાંકાનેરના ઠીકરીયાળા ગામે દુકાનમાં બેઠેલા યુવાનને કોઇ કારણોસર ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું તેની બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ છે.
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા અશ્વિનભાઇ લાલજીભાઇ માલકીયા (ઉ.વ.ર6) ઠીકરીયાળા બાઉન્ડ્રી પાસે આવેલ પોતાની દુકાને હાજર હતા ત્યારે તેની દુકાનમાં જ ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી કરીને અશ્વિનભાઇ માલકીયાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સરતાનપર રોડ પર તલાવડીમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કેમેરોન ટાઈલ્સ નામના કારખાના પાછળ પાણી ભરેલ તલાવડીમાંથી આજે બપોરે એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરૂષનો મૃતદેહ મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ શરૂ કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી છે.