કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ગેરકાયદે ખનીજ વહન: વાહન 30 દિવસ સુધી નહીં છૂટે

ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત છે

ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે, તે વાહન માલિકે કાયમી ધોરણે ગુમાવવું પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યમાં વર્ષોથી ફૂલેલી-ફાલેલી ગેરકાયદે ખનીજ ચોરીને જડબાતોડ જવાબ આપવા માટે અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા છે. અત્યાર સુધી દંડ ભરીને છૂટી જતા ભૂમાફિયાઓ માટે હવે રસ્તો મુશ્કેલ બન્યો છે. સરકારના આ નવા આદેશોએ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.કડક નિયમો અને મહત્વની જોગવાઈઓનવા નિયમો મુજબ, જો કોઈ વાહન ગેરકાયદે ખનીજ વહન કરતા પકડાશે, તો તે 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સૌથી મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જે વાહન ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે, તે વાહનને સીધું જ ‘શ્રીસરકાર’ (સરકારી મિલકત) જાહેર કરી દેવામાં આવશે. એટલે કે, વાહન માલિકે કાયમી ધોરણે પોતાનું વાહન ગુમાવવું પડશે.
ટેકનોલોજીથી રખાશે બાજ નજર
સરકારે હવે ખનીજ ચોરી રોકવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. ખનીજ વહન કરતા તમામ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવી હવે ફરજીયાત છે. જેનાથી વાહન કયા રૂટ પર જઈ રહ્યું છે તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. જિયોમાઈન (GeoMine) એપ દ્વારા કોઈપણ પકડાયેલા વાહનનો ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવશે. વાહન અગાઉ કેટલી વાર પકડાયું છે તેની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
ગંભીર કેસોમાં દંડ પણ કામ નહીં આવે
અત્યાર સુધી એવું બનતું કે માફિયાઓ મોટો દંડ ભરીને વાહન છોડાવી લેતા અને ફરી એ જ કાળા કારોબારમાં લાગી જતા. પરંતુ હવે ગંભીર પ્રકારની ખનીજ ચોરીના કિસ્સામાં માત્ર દંડ ભરવાથી વાહન મુક્ત થશે નહીં. આ કડક વલણ પાછળનો હેતુ કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાનો અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવાનો છે. રાજ્ય સરકારના આ આક્રમક અભિગમથી ગેરકાયદે રેતી ખનન અને પથ્થર ચોરી કરતા તત્વો પર લગામ કસાશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે.

ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત
રાજ્યના જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર ધવલ પટેલે રાજ્યમાં ખનીજ પરિવહન માટે નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. રાજ્યભરમાં 15 ડિસેમ્બરથી અમલી બનેલા આ પરિપત્ર અન્વયે ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.જીપીએસમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા
જો ટ્રેકિંગ સિસ્ટમમાં છેડછાડ થશે તો રોયલ્ટી બંધ કરી દેવાશે. આ ઉપરાંત જો રોયલ્ટી ધારણ જીપીએસ સિસ્ટમ બંધ કરી વાહનને અન્યત્ર રૂટ પણ ડાઇવર્ટ કરશે તો પણ તેમની રોયલ્ટી બંધ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, લીઝ-રોયલ્ટી ધારકો જીપીએસમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા છે. વીટીએમએસ સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે.આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત
ખનીજ ચોરી પર બ્રેક લગાવવા માટે બધા જ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે જીપીએસ સિસ્ટમ લાગૂ કરી દેવાઇ છે. આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી
નોંધનીય છે કે, પહેલાથી રાજ્યમાં વીટીએમએસ સિસ્ટમ એટલે કે, વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી હોવા છતાં મોટાભાગના વાહનો ખનીજ પરિવહન દરમિયાન તેમના માન્ય જીપીએસ ઉપકરણો બંધ કરી દેતા હોવાનો તપાસમાં ખુલાસો થતાં નવા નિયમને વધુ કડક બનાવી દેવામાં આવ્યાં છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!